વધુ એક કિશોરી સાથે અમાનુષી અત્યાચારની ઘટના
સંજેલીના એક ગામમાં 13 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ
ડુંગર વિસ્તારમાં યુવકે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું
પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ઝડપી કાર્યવાહી કરાય
ગણતરીના કલાકોમાં પોલીસે નરાધમને ઝડપી પાડ્યો
દાહોદ જિલ્લામાંથી વધુ એક કિશોરી સાથે અમાનુષી અત્યાચારની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, સંજેલી તાલુકાના એક ગામમાં 13 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સર્જાય છે. ‘
મામાના ઘરે છોડી દઈશ’ કહી યુવકે કિશોરીને ડુંગર વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે કિશોરીને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ, બાળકીના પિતાની ફરિયાદ આધારે સંજેલી પોલીસે તપાસ હાથ ધરી હતી. દાહોદ જિલ્લા પોલીસ વડા અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રચાયેલી પોલીસની ટીમે ઝડપી કાર્યવાહી કરી હતી. જેમાં પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.