-
કેન્દ્રીય રેલ મંત્રીએ રેલવે પ્રોજેક્ટની લીધી મુલાકાત
-
લોકોમોટિવ પ્રોજેકટની કામગીરીનું કર્યું નિરીક્ષણ
-
2 હજાર કરોડના ખર્ચે તૈયાર થયું છે રેલ કારખાનું
-
10 વર્ષમાં 1200 જેટલા લોકોમોટીવ એન્જિન તૈયાર કરવાનું લક્ષ
-
એન્જિનમાં 4600 ટનના કાર્ગો ખેંચીને લઈ જવાની હશે ક્ષમતા
દાહોદમાં રેલવે પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીના નિરીક્ષણ માટે ભારત સરકારના રેલવે માહિતી પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે મુલાકાત લીધી હતી.
દાહોદમાં રેલવે પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીના નિરીક્ષણ માટે ભારત સરકારના રેલવે માહિતી પ્રસારણ,ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેઓએ રેલવે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની મુલાકાત લઇને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન કારખાનાનું નિરીક્ષણ કરીને મહત્વપૂર્ણ જાણકારી મેળવી હતી.રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ સહિત પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડ,દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર સાથે સિમેન્સ ઇન્ડિયા કંપની દ્વારા પી.પી.પી. ધોરણે શરૂ થયેલ એન્જિન કારખાના અને તેના પ્રોડક્શન યુનિટની પણ મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે જરૂરી સૂચનો સહિત માર્ગદર્શન આપ્યું હતું.રેલવે અધિકારીઓ દ્વારા ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટ અંગેની પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી. તેમજ કર્મચારીઓની સેફટી માટે વપરાતા સેફટી શૂઝ, બેલ્ટ, હેલ્મેટ વિશેની સેફટી ગાઈડ લાઈન વિશે વિસ્તાર પૂર્વક માહિતી આપવામાં આવી હતી. મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે સેફટીને ધ્યાને રાખીને વર્કશોપનું આંતરિક નિરીક્ષણ કર્યું હતું.
દાહોદમાં બનેલા લોકોમોટીવ હાલ 85% મેક ઇન ઇન્ડિયાના કોન્સર્ટ ઉપર બનાવવામાં આવ્યું છે. આગામી સમયમાં 100% મેક ઈન્ડિયાના તર્જ પર એન્જિન બનશે. જેમાં 4600 ટનના કાર્ગો ખેંચી લઈ જવાની ક્ષમતા હશે. એન્જિનમાં પ્રથમ વખત ચાલક માટે AC તેમજ ટોયલેટ મૂકવામાં આવ્યા છે. સાથે સાથે દુર્ઘટના થી બચવા માટે કવર સિસ્ટમ પહેલેથી જ લગાવવામાં આવ્યા છે.
દાહોદમાં 20 હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલા રેલ કારખાનામાં આગામી 10 વર્ષમાં 1200 જેટલા લોકોમોટીવ એન્જિન તૈયાર થવાના છે. જે પૈકી પ્રથમ 4 એન્જિન હમણા તૈયાર થઈ રહ્યા છે.જેમાં પ્રથમ એન્જિનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું છે.