Connect Gujarat
ગુજરાત

દાહોદની પુત્રવધુ અને હાલમાં ન્યુયોર્ક ખાતે રહેતી ફાલ્ગુની શાહને મળ્યો ગ્રેમી એવોર્ડ

ફાલ્ગુની શાહને " અ કલરફુલ વર્લ્ડ " આલ્બમ માટે બાળગીતોની કેટેગરીમાં ગ્રેમી એવોર્ડ પ્રાપ્ત થયો

દાહોદની પુત્રવધુ અને હાલમાં ન્યુયોર્ક ખાતે રહેતી ફાલ્ગુની શાહને મળ્યો ગ્રેમી એવોર્ડ
X

દાહોદની પુત્રવધુ અને હાલ ન્યુયોર્ક ખાતે રહેતી ફાલ્ગુની શાહને ગ્રેમી એવોર્ડ એનાયત કરાયો. ફાલ્ગુની શાહને " અ કલરફુલ વર્લ્ડ " આલ્બમ માટે બાળગીતોની કેટેગરીમાં ગ્રેમી એવોર્ડ પ્રાપ્ત થયો હતો. 1959 થી ચાલતા ખ્યાતનામ ગ્રેમી એવોર્ડ માટે 2022 ના સમારોહમાં એક મૂળ ગુજરાતીની પસંદગી થઈ અમેરિકાના લાસ વેગાસમાં 64મા ગ્રેમી અવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રેમી એવોર્ડ સંગીતનો ઓસ્કર એવોર્ડ તરીકે લોકપ્રિય છે . ત્યારે ભારતીય ફાલ્ગુની શાહ આ વખતે ગ્રેમી અવોર્ડ્સ જીતી છે .

એવોર્ડ શો દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો વીડિયો મેસેજ બતાવવામાં આવ્યો હતો . દાહોદના શાહ અને પેટ્રોલવાલા પરિવારના ડૉ.ગૌરવ શાહની પત્ની ફાલ્ગુની શાહની પસંદગી વિશ્વવિખ્યાત ગ્રેમી એવોર્ડ માટે થતા દાહોદમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રવર્તી રહી છે . મૂળ દાહોદના વૈષ્ણવ પરિવારની પુત્રવધુ ફાલ્ગુની દલાલ - શાહ જાણીતા ગાયિકા છે . મૂળ મુંબઈના અને દાહોદના પુત્રવધુ એવા શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રના ગાયિકા ફાલ્ગુની શાહનું નામ આ વખતે ફરી એકવાર 2021 માં આવેલા " અ કલરફુલ વર્લ્ડ " આલ્બમ માટે નોમિનેટ થયું હતું .

Next Story