Connect Gujarat
ગુજરાત

ડાંગ: વધઇ-સાપુતારા રાજ્યધોરી માર્ગ ઉપર અકસ્માત નિવારવા માટે પ્રથમ પાઇલોટ પ્રોજેક્ટ શરૂ

ઘાટ માર્ગમા અકસ્માત નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા રોલર ક્રશ બેરીયરનો ગુજરાતમા સંભવતઃ સૌ પ્રથમ પાઇલોટ પ્રોજેક્ટ ડાંગ જિલ્લામા અમલી કરવામાં આવ્યો છે.

X

ઘાટ માર્ગમા અકસ્માત નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા રોલર ક્રશ બેરીયરનો ગુજરાતમા સંભવતઃ સૌ પ્રથમ પાઇલોટ પ્રોજેક્ટ ડાંગ જિલ્લામા અમલી કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યના ગિરિમથક સાપુતારાને જોડતો વઘઇ-સાપુતારા રોડ અગત્યનો રાજ્યધોરી માર્ગ છે. આ રોડ પર્વતીય વિસ્તારમાંથી પસાર થતો હોવાથી ઘણી જગ્યાએ ઉંડી ખીણ તેમજ ભયજનક વંળાક વિસ્તાર આવે છે.આ રસ્તા પર અકસ્માત નિવારવા માટે મુખ્યમંત્રી તેમજ માર્ગ મકાન મંત્રી દ્વારા રસ્તાના કુલ 11 ભયજનક વળાંકોમા પાઇલોટ પ્રોજેક્ટ તરીકે રોલર ક્રશ બેરીયરનો ઉપયોગ કરવામા આવ્યો છે. આ કામગીરી અગ્રતાના ધોરણે પુર્ણ કરાઈ છે.જેમા હાલ 11 ભયજનક વળાંકની સ્થિતીએ રોલર લગાવવામા આવ્યા છે. આ રોલર લગાડવાના કારણે સત્વરે એક ખાનગી બસનો આબાદ બચાવ થયો હતો.દેવીપાડા–બારખાધ્યા ફાટક પાસેની અંબિકા નદી નજીકના વળાંકમા ગત દિવસોમા રાત્રી દરમિયાન આ બસનો ગંભીર અકસ્માત થયો હતો. પરંતુ અહિં રોલર સિસ્ટમના કારણે બસના 28 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

Next Story