Connect Gujarat
ગુજરાત

ડાંગ : ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ આયોગના ચેરમેનની ઉપસ્થિતિમાં શ્રમ-રોજગાર વિભાગનો કાર્યક્રમ સંપન્ન...

ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ આયોગના ચેરમેન હંસરાજ ગજેરાએ સુશાસન સપ્તાહ ઉજવણીની વિભાવના સ્પષ્ટ કરી હતી

ડાંગ : ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ આયોગના ચેરમેનની ઉપસ્થિતિમાં શ્રમ-રોજગાર વિભાગનો કાર્યક્રમ સંપન્ન...
X

ભારતવાસીઓમા રહેલા પરિશ્રમ, પ્રામાણિક્તા, અને નિષ્ઠાના ગુણોને ઉજાગર કરીને, રોજગારવાંચ્છુ યુવક/યુવતિઓને સખત પરિશ્રમની હિમાયત કરતા, ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ આયોગના ચેરમેન હંસરાજ ગજેરાએ, સુશાસન સપ્તાહ ઉજવણીની વિભાવના સ્પષ્ટ કરી હતી.

આહવાના ડાંગ દરબાર હોલ ખાતે સુશાસન સપ્તાહના છઠ્ઠા દિવસે આયોજિત શ્રમ અને રોજગાર વિભાગના કાર્યક્રમ દરમિયાન રોજગારવાંચ્છુ ઉમેદવારોને, નિમણૂંક પત્રો એનાયત કરતા ચેરમેનએ, આત્મનિર્ભર ભારતની વડાપ્રધાનની પરિકલ્પનાને ચરિતાર્થ કરવા માટે, સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ કુટીર, અને ગૃહ ઉધોગો ઉપર લક્ષકેન્દ્રિત કરવાની અપીલ કરી હતી. સુશાસનને ચરિતાર્થ કરતા રાજ્ય સરકારના વિવિધ પ્રોજેક્ટ્સ, પ્રકલ્પો, અને કલ્યાણ યોજનાઓનો ખ્યાલ આપતા ચેરમેનએ, કોરોના કાળમાં દેશ સામે ઊભા થયેલા પડકારોને પહોંચી વળવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે હાથ ધરેલા આયામોનો ખ્યાલ આપ્યો હતો. ડાંગ જિલ્લામાં જ્યારે કોઈ મોટા ઉદ્યોગો નથી, ત્યારે પાડોશી જિલ્લાઓના ઔદ્યોગિક વિસ્તારોમાં ઉપલબ્ધ રોજગારીની તકોને ઝડપી, રોજગારી મેળવવાની માનસિકતા કેળવવાની અપીલ કરતા પ્રમુખએ, ડાંગ જિલ્લાના ઘણા યુવક/યુવતિઓ રોજગાર ભરતી મેળા, વિવિધ તાલીમ, અને સ્પર્ધાત્મક પરીક્ષાઓએ સફળતા મેળવી છે. જેમાંથી સૌને પ્રેરણા લેવાનો અનુરોધ કર્યો હતો.

Next Story