Connect Gujarat
ગુજરાત

ડાંગ : મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોની જિલ્લા ચૂંટણી અધિકારીએ મુલાકાત લીધી..

ડાંગ : મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોની જિલ્લા ચૂંટણી અધિકારીએ મુલાકાત લીધી..
X

આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને રાજયભરમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા અભિયાન કાર્યક્રમની ડાંગ કલેક્ટર ભાવિન પંડયાએ જાત મુલાકાત લીધી હતી.

ડાંગ જિલ્લાના ખાપરી, ભવાનદગડ, ધૂળચોંડ, વઘઈ જેવા મતદાન મથકોએ હાથ ધરાયેલી કામગીરીનું નિરીક્ષણ કરતા, કલેક્ટર-વ-જિલ્લા ચૂંટણી અધિકારીએ, આ કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓને ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું. કલેક્ટરની આ મુલાકાત વેળા તેમની સાથે ચૂંટણી મામલતદાર એમ.જે.ભરવાડ સહિતના કર્મચારી/અધિકારીઓ વિગેરે જોડાયા હતા. ઉલ્લેખનિય છે કે, ૧૭૩-ડાંગ વિધાનસભા મતદાર વિસ્તારમા કુલ ૩૩૫ મતદાન મથકો છે. જેના ઉપર કુલ ૧ લાખ ૮૮ હજાર ૫૯૨ મતદારો નોંધાયા છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન તા. ૦૧/૦૧/૨૦૨૨ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ કરનારા નવા મતદારોના નામ દાખલ કરવાની સાથે, નામ/સરનામા/ફોટોગ્રાફ્સ વિગેરેમાં સુધારા સહિતની કામગીરી પણ હાથ દરવામા આવી છે. જે માટે જિલ્લાના મતદારોએ પોતાના મતદાન મથકના બ્લોક લેવલ ઓફિસર કે, મામલતદાર કચેરીનો સંપર્ક સાધવાનો રહે છે. મતદાર યાદી સુધારણાના નિયત કાર્યક્રમ મુજબ આગામી તા. ૨૮/૦૮/૨૦૨૨, તા. ૦૪/૦૯/૨૦૨૨, અને તા. ૧૧/૦૯/૨૦૨૨ ને રવિવારના દિવસે આ કામગીરી હાથ ધરવામાં આવશે, જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

Next Story