જુનાગઢ : ગિરનાર પર 11 કેવીની વીજ લાઈન હોવા છતાં અંધકાર, વીજ પુરવઠા માટે લોકાર્પણની રાહ જોવાઈ રહી છે

જૂનાગઢના ગિરનાર ડુંગર પર વીજ લાઈન નાખ્યા બાદ પણ અંધકાર છવાયો છે,કારણ કે તંત્ર દ્વારા વીજ લાઈનનું લોકાર્પણ કરવામાં ન આવતા હજી વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો નથી.

New Update

ગિરનાર ડુંગર પર માઁ અંબાના મંદિરમાં અંધકાર

વીજ લાઇન નાખવાની કામગીરી પૂર્ણ 

લોકાર્પણ માટે જોવાઈ રહી છે રાહ 

નવરાત્રી પહેલા વીજ પુરવઠો શરૂ કરવા માંગ 

સાધુ સંતોએ સરકાર સમક્ષ કરી વીજ પુરવઠો શરૂ કરવાની માંગ   

જૂનાગઢના ગિરનાર ડુંગર પર વીજ લાઈન નાખ્યા બાદ પણ અંધકાર છવાયો છે,કારણ કે તંત્ર દ્વારા વીજ લાઈનનું લોકાર્પણ કરવામાં ન આવતા હજી વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો નથી.
જૂનાગઢના પવિત્ર યાત્રાધામ ગિરનાર પર વીજ પુરવઠાને અભાવે માઁ અંબાજીના મંદિરમાં અંધાકર છવાયેલો રહે છે, વીજ પુરવઠા માટે વહીવટી તંત્રમાં રજૂઆત બાદ વીજ લાઈન  નાખવામાં આવી છે,અને ગિરનારના સાધુ સંતોને હવે વીજ પુરવઠો શરૂ થશે તેવી આશા બંધાઈ હતી,પરંતુ વીજ લાઈન નંખાઈ ગયા બાદ પણ વીજ પુરવઠો શરૂ ન થતા સાધુ સંતોમાં નિરાશા જોવા મળી રહી છે,ત્યારે ગિરનાર માઁ અંબાજી મંદિરના મહંત તનસુખગિરિએ સરકારને વીજ લાઈનનું લોકાર્પણ કરવા માટે વિનંતી કરી છે,અને નવરાત્રી પહેલા વીજ પુરવઠો શરૂ કરવામાં આવે અને મંદિરમાં અંધારું દૂર થાય તેમજ ભક્તો માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ થઇ શકે તેવી માંગ કરવામાં આવી છે.     
#Gujarat #CGNews #Junagadh #Ambaji Mandir #Live power line #power line #Girnar mountain
Here are a few more articles:
Read the Next Article