સાબરકાંઠા: હિંમતનગર સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળ ઓપરેશન કરીને દર્દીને આપ્યું નવજીવન

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જનરલ સર્જન વિભાગની ટીમ દ્વારા સફળ ઓપરેશન કરીને દર્દીને નવજીવન આપવામાં આવ્યું છે.

New Update

હિંમતનગર સિવિલ હોસ્પિટલના તબીબોએ દર્દીને આપ્યું નવજીવન  

સફળ ઓપરેશન કરી બે વર્ષથી પીડાતા દર્દીની પીડા કરી દૂર 

ટ્રાઈકીલેમલ સીસ્ટ ગાંઠથી પીડાતા દર્દીનું ત્રણ કલાક સફળ ઓપરેશન કર્યું 

ઓપરેશન કરીને 700 ગ્રામથી વધુ વજનની ગાંઠ દૂર કરવામાં આવી

વિશ્વમાં 10 ટકા લોકોને થાય છે આ પ્રકારની ગાંઠ 

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જનરલ સર્જન વિભાગની ટીમ દ્વારા સફળ ઓપરેશન કરીને દર્દીને નવજીવન આપવામાં આવ્યું છે. જેમાં દર્દીને માથાના ભાગે ટ્રાઈકીલેમલ સીસ્ટ નામની ગાંઠ થઈ હતી.જેને લઈને દર્દી બે વર્ષથી પીડાતો હતો.જેનું સફળ ઓપરેશન કરીને દર્દીની પીડા દૂર કરી છે. 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ઇન્દ્રનગરમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી 40 વર્ષીય દેવરાજ મૌર્ય જેમને માથાના પાછળના ભાગે ટ્રાઈકીલેમલ સીસ્ટ નામની ગાંઠ થઈ હતી.જેને લઈને છેલ્લા બે વર્ષથી દર્દી દેવરાજ પીડાતા હતા.માથામાંથી ગાંઠ દૂર કરવા માટે અલગ અલગ હોસ્પિટલમાં પણ નિદાન કરાવ્યું હતું.પરંતુ દુખાવો યથાવત હતો. જ્યારે આ દર્દી હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં બતાવવા માટે આવ્યા હતા.જ્યાં જનરલ સર્જરી વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો.પલ્લવ પટેલ,સહ પ્રાધ્યાપક ડો. તેજસ હઠીલા અને સિનિયર રેસિડેન્ટ ડો.વિશાલ દેસાઈ અને ટીમ દ્વારા દર્દીની પ્રાથમિક તપાસ કરીને ટ્રાઈકીલેમલ સીસ્ટ નામની ગાંઠ વિશેની ચર્ચા કરી હતી. ત્યારબાદ ટ્રાઈકીલેમલ સીસ્ટ ગાંઠથી બે વરસથી પીડાતા દર્દીનું ત્રણ કલાક સફળ ઓપરેશન કરીને માથાના પાછળના ભાગેથી 10 x 15 સેમીની અંદાજે 700 ગ્રામ થી વધુ વજનની ગાંઠ દૂર કરવામાં આવી હતી. જે વિશ્વમાં 10 ટકા લોકોમાં જોવા મળે છે. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં જનરલ સર્જરી વિભાગમાં ડો.પલ્લવ પટેલ,ડો.તેજસ હઠીલા, ડો.વિશાલ દેસાઈ,એનેસ્થેસિયા ડોક્ટર સહિતની ટીમ દ્વારા ત્રણ કલાક સફળ ઓપરેશન કરીને ટ્રાઈકીલેમલ સીસ્ટ નામની ગાંઠ દૂર કરવામાં આવી હતી.અને દર્દીને નવજીવન આપવામાં આવ્યું હતું.

Latest Stories