Connect Gujarat
ગુજરાત

દૂરદર્શનનું બ્રોડકાસ્‍ટિંગ બંધ : વાંચો, રાજ્યના કયા 3 જીલ્લામાં પ્રાદેશિક સેવાઓ નહીં મળી..!

દૂરદર્શનનું બ્રોડકાસ્‍ટિંગ બંધ : વાંચો, રાજ્યના કયા 3 જીલ્લામાં પ્રાદેશિક સેવાઓ નહીં મળી..!
X

પ્રસાર ભારતી બોર્ડના આદેશ અનુસાર, દૂરદર્શન હાઇપાવર લોન્‍ચ સેન્‍ટર સૂરત હેઠળ આવતા વલસાડ, નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની અને ડાંગ જિલ્લામાં આહવાના લો-પાવર ટીવી ટ્રાન્‍સમીટર ઉપરથી દૂરદર્શનની ટેરેસ્‍ટ્રીયલ બ્રોડકાસ્‍ટિંગ (પ્રાદેશિક સેવાઓ) તા. ૩૧/૧૨/૨૦૨૧ના રોજ સાંજના ૫-૦૦ વાગ્‍યાથી બંધ કરવામાં આવશે.

જોકે, વલસાડ, નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની અને ડાંગ જિલ્લામાં માલતિ દૂરદર્શનની પ્રાદેશિક સેવાઓ નહીં મળે, ત્યારે દૂરદર્શનની રાષ્‍ટ્રીય, પ્રાદેશિક અને અન્‍ય ચેનલોની ડીજીટલ સેવાઓ દૂરદર્શનની ડીટીએચ સેવા એટલે કે, ડીડી ફ્રી ડીશ ઉપર ઉપલબ્‍ધ રહેશે. જેના માટે જરૂરી ડીશ એન્‍ટેના, સેટ ટોપ બોક્ષ વગેરે સ્‍થાનિક બજારમાં ઉપલબ્‍ધ છે, એમ પ્રસારભારતી સૂરતના નાયબ નિયામક ડી.એસ.બાગુલ દ્વારા જણાવાયું છે.

Next Story