ચોટીલામાં વરસેલા ધોધમાર વરસાદના પગલે શિવમંદિરમાં પાણી ભરાયા

સુરેન્દ્રનગરના ચોટીલામાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જ રોડના વરસાદી પાણી ભોળાનાથના સુખનાથ મહાદેવ મંદિરમાં ફરી વળ્યા હતા

New Update
Advertisment

સુરેન્દ્રનગરના ચોટીલામાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જ રોડના વરસાદી પાણી ભોળાનાથના સુખનાથ મહાદેવ મંદિરમાં ફરી વળ્યા હતા

Advertisment
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં લાંબા વિરામ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ કડાકાભડાકા સાથે મહેર કરી હતી. ત્યારે ચોટીલામાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જ રોડના વરસાદી પાણી ભોળાનાથના સુખનાથ મહાદેવ મંદિરમાં ઘુસ્યા હતા. જેમાં પાલિકા તંત્રનાં પાપે ભગવાન પણ જળસમાધી લેવાં માટે મજબૂર બન્યા હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો હતો. ચોટીલા શહેરમાં સામાન્ય વરસાદ વરસાવ્યો અને શહેરમાં પાણી ભરાયા હતા ત્યારે અનરાધાર વરસાદ વરસાવ્યો હોય તો શહેરની સ્થિતિ જોયાં જેવી સર્જાય શકે છે. ત્યારે પાલિકામાં બેઠેલા સત્તાધીશોની શહેરમાં કામગીરી ઉપર સવાલ ઉઠ્યા હતા.