Connect Gujarat
ગુજરાત

દ્વારકા : આજથી પાંચ દિવસની હવામાન વિભાગની આગાહી, કલેકટર દ્વારા તમામ વિભાગને એલર્ટ રહેવા આદેશ

હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામા આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતાને લઈ જિલ્લા વહીવટી તંત્ર એક્ટિવ થયું છે.

X

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજ થી પાંચ દિવસની હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી કરવામાં આવતા જિલ્લા કલેકટર દ્વારા તમામ વિભાગને એલર્ટ રહેવા અપીલ કરાઈ સાથે જ જિલ્લામા કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામા આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતાને લઈ જિલ્લા વહીવટી તંત્ર એક્ટિવ થયું છે. જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામા થયેલા વરસાદથી ધરતી પુત્રોમા ખુશી જોવા મળી છે. જ્યારે હાલ હવામાન વિભાગની આગાહીને લઈને જિલ્લા કલેકટર દ્વારા તમામ અધિકારીઓની રજા રદ કરી હેડક્વાટર ન છોડવા આદેશ કર્યો છે અને જિલ્લામાં કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે જ્યારે બીજી તરફ નીચાણવાળા વિસ્તારમા રહેતા લોકો ને સલામત સ્થળે ખસી જવા સૂચન કરવામાં આવ્યું છે અને નદીનાળા છલકાય ત્યારે તેમજ કોઝવે પર પસાર થતા પાણીના પ્રવાહ વચ્ચે લોકોને ચાલીને કે વાહન લઈ ન નીકળવા પણ અપીલ કરવામા આવી છે જ્યારે વરસાદની ગંભીર પરિસ્થિતિ બાબતે હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા હતા .જ્યારે હજુ વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા તમામ વિભાગને એલર્ટ કરી તમામ વ્યવસ્થા કરવા સૂચના કરવામાં આવી છે.

Next Story