ધોરણ 1 અને 2માં અંગ્રેજી ફરજિયાત દાખલ કરવામાં આવશે, શિક્ષણ પ્રધાન જીતુ વાઘણીએ કરી જાહેરાત

હાલ ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ગૃહમાં રાજ્યના શિક્ષણને લઇને કેટલીક મહત્વની જાહેરાતો કરી છે.

New Update

હાલ ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ગૃહમાં રાજ્યના શિક્ષણને લઇને કેટલીક મહત્વની જાહેરાતો કરી છે. જેમાં તેમણે કહ્યું કે, ધોરણ 1 અને 2માં અંગ્રેજી ફરજિયાત દાખલ કરવામાં આવશે.

પ્રાથમિક શિક્ષણ સંઘે પણ નિર્ણયને આવકાર્યો છે. તો તેમણે આ અંગે પત્રકાર પરિષદ પણ કરી હતી. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ધો.1 અને 2 અંગ્રેજી વિષય દાખલ કરાશે. ગુજરાતી વિષય ફરજીયાત રહેશે અંગ્રેજી વિષય દાખલ કરાશે. શિક્ષકોની ઘટના અનેક પ્રશ્નનો સોલ્વ કર્યા છે. રાજ્ય સરકારે શિક્ષણનુ બજેટ વધાર્યુ છે. કોંગ્રેસના શાસનમાં 46 હજાર ઓરડાની ઘટ હતી. 497 શાળાઓ મર્જ કરવામાં આવી છે. સરકારે વૈક્લપિક વ્યવસ્થા કરી છે. અભ્યાસમાં શ્રીમદ ભાગવત ગીતામાં ઉલ્લેખ કરવામાં આવશે.