ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના અધ્યક્ષપદે ગાંધીનગર ખાતે ભરૂચ જિલ્લાના વિવિધ પડતર પ્રશ્ને ભરૂચ પ્રતિનિધિ મંડળ સાથે અગત્યની બેઠક યોજાય હતી. ગાંધીનગર ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમ્યાન ભરૂચ જિલ્લાના વિવિધ અને પડતર પ્રશ્નો અંગે અગત્યની ચર્ચાઓ કરવામાં આવી હતી.
જેમાં આવનારા દિવસોમાં ભરૂચ શહેર તથા જિલ્લાના વિવિધ વિકાસ કામો અર્થે સમીક્ષા કરવામાં આવી હતી. સમગ્ર બેઠક દરમ્યાન ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ સહિત ભરૂચ જિલ્લાના અન્ય આગેવાનો તેમજ સબંધિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.