Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : શેલ એનર્જી અને સરકાર વચ્ચે રૂ. 3500 કરોડના MOU સંપન્ન, 9 હજારથી વધુ લોકોને મળશે રોજગારી...

ગાંધીનગર : શેલ એનર્જી અને સરકાર વચ્ચે રૂ. 3500 કરોડના MOU સંપન્ન, 9 હજારથી વધુ લોકોને મળશે રોજગારી...
X

ગુજરાતમાં મુડીરોકણનો પ્રવાહ અવિરત જારી છે, ત્યારે આજે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વધુ રૂ. 3500 કરોડના MOU સંપન્ન થયા હતા.

ઉર્જા ક્ષેત્રની અગ્રગણ્ય કંપની શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતમાં રૂ. 3500 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે. જે અંતર્ગત બનાસકાંઠામાં 1200 એકરમાં રિન્યુએબલ એનર્જી ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપશે અને રાજ્યમાં વિવિધ સ્થળોએ ફ્યુઅલ રિટેલીંગ, EV રિચાર્જ સ્ટેશન ક્ષેત્રે પણ રોકાણ કરવામાં આવશે. જેનાથી રાજ્યના 4300થી વધુ યુવાનોને રોજગારીના અવસર પ્રાપ્ત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાર્ધરૂપે પ્રતિ સપ્તાહે યોજવામાં આવતા MoU સાઈનીંગના 3 તબક્કામાં ઉદ્યોગ સ્થાપવા રૂ. 3874 કરોડના 14 MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ સાડા નવ હજારથી વધુ લોકોને રોજગારી મળશે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે.

Next Story