કોરોના મૃતકો અને પરિવારને સહાયના મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં જણાય રહી છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યુ હતું કે સરકાર પાસે ઉધ્યોગપતિઓને આપવાના પૈસા છે પણ મૃતકોને સહાય નથી ચૂકવી રહી.
ગુજરાત વિધાનસભાના સત્રના અંતિમ દિવસ કોંગ્રેસ આક્રમક જોવા મળી ખાસ કરીને કોંગ્રેસના યુવા ધારાસભ્યોએ ભારે હોબાળો મચાવ્યો છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યની બીજેપી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યું કે સરકાર પાસે બુલેટ ટ્રેન, ઉધોગપતિઓ , સેન્ટ્રલ વિસ્ટા માટે પૈસા છે પણ કોરોનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેના માટે પૈસા નથી. અમિત ચાવડાએ આરોપ લગાવતા કહ્યું કે નામદાર હાઈકોર્ટ પણ નોંધ્યું છે કે સરકાર આંકડા છુપાવે છે સરકારે કોરોનાના મૃતકોના જે આંકડા આપ્યા તે દરેક તબક્કે જુદા જુદા છે.ડિઝાસ્ટર એકટ પ્રમાણે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોરોનાના મૃતકોને 04 લાખની સહાય આપવી જોઈએ પણ રાજ્ય સરકાર આ બાબતે ગંભીર નથી.કોંગ્રેસની ન્યાય યાત્રા મુજબ 45 હજાર લોકોની અરજી કોરોનાના મૃતકોના વળતર માટે મળી છે અમે ચર્ચા કરવા માંગીએ છીએ પણ ચર્ચામાં ભાગ લેવાની જગ્યાએ અમારા વિધાનસભ્યોને સસ્પેન્ડ કરાય છે.