ગાંધીનગર: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત 2 લોકોની અટકાયત, વિદ્યાસહાયકોના વિરોધના સમર્થનમાં પહોંચ્યા હતા

ગાંધીનગરમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત બે લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમના પર પોલીસ પર હુમલો સહિતના ગુના દાખલ કરવામાં આવ્યા છે

ગાંધીનગર: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત 2 લોકોની અટકાયત, વિદ્યાસહાયકોના વિરોધના સમર્થનમાં પહોંચ્યા હતા
New Update

ગાંધીનગરમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત બે લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમના પર પોલીસ પર હુમલો સહિતના ગુના દાખલ કરવામાં આવ્યા છે.

સરકારી ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માં લોકપ્રિય એવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ વિરુદ્ધ પોલીસ પર હુમલો કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસની કામગીરીમાં વિક્ષેપ પાડવાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસકર્મીઓ પર ગાડી ચઢાવવાના પ્રયાસનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ગાંધીનગરમાં વિદ્યાસહાયકોના વિરોધના સમર્થનમાં પહોંચેલા યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી હતી. કાર્યક્રમની પરમીશન ન હોવાના કારણે ગાંધીનગર પોલીસે યુવરાજ સિંહ જાડેજાની અટકાયત કરી હતી. આ દરમિયાન પોલીસ પર હુમલો કરવાના ગુના બદલ યુવરાજસિંહ વિરુદ્ધ 332 અને 307ની કલમ આધારે ગુનો નોંધીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.આ મામલે SP મયુર ચાવડાએ નિવેદન આપતા જણાવ્યુ હતું કે યુવરાજસિંહ અને દિપક ઝાલા સચિવાલયની SP કચેરી આવ્યા હતા. પોલીસ સાથે ઘર્ષણ કરી ધક્કા મારી નિકળવાનો પ્રયત્ન કર્યો હતો. યુવરાજસિંહે ભાગવાના પ્રયાસમાં ગાડી લઈને નીકળવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને ઘસડીને ગાડી લઈ જાય છે તેવો મયુર ચાવડાએ આક્ષેપ લગાવ્યો હતો.

#Gujarat #ConnectGujarat #BeyondJustNews #Protest #Detention #crime #Gandhinagar #Support #Yuvraj Singh #student leader #education assistants
Here are a few more articles:
Read the Next Article