Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : ગેસ સિલિન્ડરમાં લીકેજ થતાં પી.જી હોસ્ટેલમાં લાગી ભીષણ આગ, 20 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ

ગાંધીનગરનાં સેક્ટર - 7/સી માં નિવૃત મામલતદાર વીરમ દેસાઈના રહેણાંક મકાનમાં ચાલતી પી.જી હોસ્ટેલમાં આજે સવારના સમયે ગેસ સિલિન્ડરમાં લીકેજનાં કારણે ભીષણ આગ લાગી હતી

ગાંધીનગર : ગેસ સિલિન્ડરમાં લીકેજ થતાં પી.જી હોસ્ટેલમાં લાગી ભીષણ આગ, 20 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ
X

ગાંધીનગરનાં સેક્ટર - 7/સી માં નિવૃત મામલતદાર વીરમ દેસાઈના રહેણાંક મકાનમાં ચાલતી પી.જી હોસ્ટેલમાં આજે સવારના સમયે ગેસ સિલિન્ડરમાં લીકેજનાં કારણે ભીષણ આગ લાગી હતી. જેથી વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી. રહેણાંક મકાનના ધાબા પર શેડ તાણીને બનાવામાં આવેલા રસોડામાં રાખેલા ગેસ સિલિન્ડરનાં કારણે ભીષણ આગ લાગી હતી. જોકે, સદનસીબે તક્ષશિલા કાંડ જેવી ઘટના ઘટતા રહી ગઈ છે. ગાંધીનગર સેક્ટર - 7 વિસ્તારમાં રહેણાંક મકાનોનો હેતુફેર કરીને ગેરકાયદેસર દવાખાના સહિતની કોમર્શિયલ પ્રવૃતિઓ ધમધમી રહી છે. આ મામલે સ્થાનિક વસાહતીઓ સહિતનાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી હતી. પરંતુ નઘરોળ તંત્રની વ્હાલા દવલાની નીતિના કારણે આજે સુરતમાં વર્ષ 2019 માં સર્જાયેલ તક્ષશિલા કાંડ જેવી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે.

Next Story