ગાંધીનગર: GPSC પરીક્ષામાં મહિલા SC ઉમેદવારની અરજી મામલે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો

New Update

GPSC પરીક્ષામાં મહિલા SC ઉમેદવારની અરજી મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે.હાઈકોર્ટે કહ્યું કે, SC કેટેગરીની મહિલાઓને પાસિંગ મુજબ પોસ્ટ આપવામાં આવે, અનામત રિઝર્વેશનના કારણે બાકાત કરી શકાય નહીં.

અનામત-બિન અનામત બાબતમાં બેદરકારી પણ ચલાવી શકાય નહીં. સમગ્ર વિવાદમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યા છે. સાથે 90 દિવસમાં DySPની એપોઇમેન્ટ આપવા પણ આદેશ કર્યા છે. તો જનરલ કેટેગરીમાં ઉમેદવારને ઓછા માર્ક્સે પોસ્ટ મળ્યાને લઈ અરજીઓ થઈ હતી.