Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : ગુજરાત ભાજપનું મોટું "ઓપરેશન", જુઓ PAAS કન્વીનરોએ કેમ ધારણ કર્યો કેસરિયો..!

PAASના કન્વીનરો સહિત 1500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે. જેને લઇને વિરોધ પક્ષોમાં સોંપો પડી ગયો છે.

X

રાજ્યમાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે ખેલ પાડવામાં માહિર ભાજપે ચૂંટણી ટાણે મોટો ખેલ પાડી દીધો છે. PAASના કન્વીનરો સહિત 1500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે. જેને લઇને વિરોધ પક્ષોમાં સોંપો પડી ગયો છે.

ગુજરાત ભાજપે આ ચૂંટણી પહેલા તેના વિરોધીઓને પરાસ્ત કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. ખાસ કરીને લોકોને પાર્ટી સાથે જોડાવા બાબતે આજે પણ ભાજપે કોંગ્રેસને મોટો ફટકો આપ્યો છે. જેમાં અમદાવાદ પાસ કન્વીનર જયેશ પટેલ, મધ્ય ગુજરાત પાસ કન્વીનર ઉદય પટેલ સહિતના કન્વીનરો ભાજપમાં જોડાયા છે. PAASના કન્વીનરો સહિત 1500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાતા ભાજપની તાકાતમાં વધારો થયો છે. આમ ભાજપે હાર્દિક પટેલની આખી ટીમને ભાજપમાં સમાવી લીધી છે, ત્યારે PAASના કન્વીનર જયેશ પટેલે જણાવ્યુ હતું કે, 2002થી કોંગ્રેસે જે પણ જવાબદારી આપી તે અમે નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. પણ આજે કોંગ્રેસ મોવડી મંડળમાં સક્રિય કાર્યકરોને અવગણના કરવામાં આવી રહી છે, ત્યારે અમે તમામ કન્વીનારો અને કાર્યકરો ભાજપમાં જોડાઇ નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે.

Next Story