Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : હું કોંગ્રેસમાં હતો પણ PM મોદી મારા દિલમાં હતા,કેસરિયા કર્યા બાદ અશ્વિન કોટવાલનું નિવેદન

ખેડબ્રહ્મા કોંગ્રેસનાં નેતા અશ્વિન કોટવાલે આજે કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલની હાજરીમાં કેસરિયા કર્યા હતા.

X

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે કોંગ્રેસમાં વધુ એક ગાબડુ પડ્યું છે. ખેડબ્રહ્મા કોંગ્રેસનાં નેતા અશ્વિન કોટવાલે આજે કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલની હાજરીમાં કેસરિયા કર્યા હતા.

સાબરકાંઠાના ખેડાબ્રહ્માના પૂર્વ MLA અને કોંગ્રેસના નેતા અશ્વિન કોટવાલ વિધિવત રીતે આજે ભાજપમાં જોડાયા છે. તેઓ ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા. ત્યારે આજે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે અશ્વિન કોટવાલ વિધિવત કેસરીયો ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા।ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે કેસરિયો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. તેમજ કોટવાલે પણ પાટીલને પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું. અશ્વિન કોટવાલે કહ્યું 2007થી હું મોદી નો ભક્ત છું, પૃથ્વી પરના કોઈ દેશને આવો વિકાસ પુરુષ નહીં મળે.ભાજપમાં જોડાયા બાદ અશ્વિન કોટવાલે જણાવ્યું હતું કે, હું પદ ની લાલચ વિના ભાજપ સાથે જોડાવ છું.

હું જનતા માટે કામ કરનાર વ્યક્તિ છું. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના કાર્યક્રમોમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી જોવા મળી રહી હતી. પાર્ટીએ વિપક્ષના નેતા ન બનાવતા નારાજ થયેલા અશ્વિન કોટવાલે ભાજપનો છેડો પકડ્યો હોય તેવી ચર્ચાએ જોર પડક્યુ છે.ખેડબ્રહ્મા સીટ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં કોંગ્રેસ ત્રણ-ચાર ટર્મથી જીતતી આવી છે. અશ્વિન કોટવાલ થકી કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં સારુ પ્રભૂત્વ મેળવી રહી હતી. પરંતુ આદિવાસી બાહુલ્ય ધરાવતા આ વિસ્તારમાં અશ્વિન કોટવાલ થકી ભાજપને પોતાનું પ્રભુત્વ જમાવવામાં સફળ થશે તેવું હાલ લાગી રહ્યું છે.

Next Story