Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: ત્યજી દેવાયેલ બાળક મામલે પોલીસે પિતા સચિન દીક્ષિત અને તેની પત્નીને કોટાથી ગાંધીનગર લઈ આવી

ગાંધીનગર પેથાપુર ખાતે બાળકને ત્યજી દેવાના મામલે બાળકના પિતા સચિન દીક્ષિત અને તેની પત્ની અનુરાધાને કોટાથી પકડી ગાંધીનગર લાવવામાં આવી છે.

X

ગાંધીનગર પેથાપુર ખાતે બાળકને ત્યજી દેવાના મામલે બાળકના પિતા સચિન દીક્ષિત અને તેની પત્ની અનુરાધાને કોટાથી પકડી ગાંધીનગર લાવવામાં આવી છે.

ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગુરુકુળની ગૌ શાળાના દરવાજા પાસે શુક્રવારે કોઈ અજાણ્યો ઈસમ ફૂલ જેવા બાળકને અંધારામાં તરછોડીને કારમાં ફરાર થઈ ગયો હતો. ત્યારે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ એલસીબી, એસઓજી સહિતની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. ત્યારે સમગ્ર દેશભરમાં ચકચાર મચાવનાર ગાંધીનગરમાં બાળકને ત્યજી દેવાના મામલે ગઈકાલે રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા બાળકનું સાચું નામ શિવાંશ હોવાનો ઘટસ્ફોટ કરી તેના પિતા સચિન દીક્ષિત દ્વારા તેને તરછોડી દેવાયાનો ઘટસ્ફોટ કરાયો હતો. શિવાંશના પિતા સચિન દીક્ષિત તેની પત્ની અનુરાધા સાથે રાજસ્થાનના કોટા ભાગી ગયો હતો અને પોલીસની ટીમ તેમને ગાંધીનગર લઈ આવ્યા પછી જ સમગ્ર પ્રકરણ પરથી પડદો ઊંચકાશે તેમ પણ ગુહમંત્રી હર્ષ સંઘવી મીડિયાને જણાવ્યું હતું. ત્યારે મોડી રાત્રે પોલીસ દંપતિને કોટાથી પકડી ગાંધીનગર લઈ આવી છે. હાલમાં સેકટર-26 ન્યુ ગ્રીન સિટીના મકાનમાં બન્ને લઈ જઈ પૂછતાંછ શરૂ કરવામાં આવી છે. હાલમાં પોલીસ બન્નેને સેકટર-26ના મકાનમાં લઈ ગઈ હતી અને પૂછતાંછ હાથ ધરી છે. જોકે, સચિનની પત્ની અનુરાધા પતિના પ્રેમ પ્રકરણથી અજાણ હોવાનું જણાવી રહી છે.

Next Story
Share it