/connect-gujarat/media/post_banners/49786adfed6d26fed68b35127ffdcceddb7a7691b1a57cf6b5732c2c57dc4e8e.jpg)
એંકર રાજ્યમાં ખેડૂતોને 8 કલાક વીજળી આપવાનો મુદ્દે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા જવાના ગેટ પાસે ધરણા કર્યા.ગુજરાત વિધાનસભાનું સત્ર હવે પૂરું થવાની તૈયારીમાં છે ત્યારે સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને 8 કલાક વીજળી આપવા માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ સાથેની બેઠકમાં પણ આ બાબતની ખાતરી આપવામાં આવી હતી પણ ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી જેથી આજે સવારે વિધાનસભા ગેટ પાસે 8 કલાકની વીજળીની માંગ સાથે હાથમાં બેનરો લઈ ધારાસભ્ય લલિત વસોયા, અમરીશ ડેર અને પ્રતાપ દુધાત સહિતના ધારાસભ્યોએ સરકાર વિરુદ્ધ ભારે નારેબાજી કરી હતી. સરકાર જો ખેડૂતોને સમયસર વીજળી પુરી નહિ પાડે તો હજી પણ ઉગાર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.