ગાંધીનગર: વરસાદના કારણે બિસ્માર બનેલા માર્ગોના સમારકામ માટે સરકાર દ્વારા રૂ.500 કરોડની ફાળવણી કરાય.

રાજયમાં વરસાદના કારણે બિસ્માર બનેલા માર્ગોના સમારકામ માટે સી.એમ.ભુપેન્દ્ર પટેલ દ્વારા રૂ. 500 કરોડથી વધુનીઓ ગ્રાન્ટની ફાળવણી કરી છે

ગાંધીનગર: વરસાદના કારણે બિસ્માર બનેલા માર્ગોના સમારકામ માટે સરકાર દ્વારા રૂ.500 કરોડની ફાળવણી કરાય.
New Update

રાજયમાં વરસાદના કારણે બિસ્માર બનેલા માર્ગોના સમારકામ માટે સી.એમ.ભુપેન્દ્ર પટેલ દ્વારા રૂ. 500 કરોડથી વધુનીઓ ગ્રાન્ટની ફાળવણી કરી છે

રાજ્યમાં ભારે વરસાદ બાદ ખરાબ થયેલ રસ્તાઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિસરફેસિંગ કામો માટે 500 કરોડથી વધુ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી છે. માર્ગ અને મકાન વિભાગને મંજૂર કરેલી આ રકમમાંથી રાજ્યમાં આ વર્ષે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા 756 કિલોમીટર લંબાઈના 98 રસ્તાઓના રિસરફેસિંગ કામો હાથ ધરવામાં આવશે. વિવિધ જિલ્લાઓમાં હાલની સ્થિતિએ કુલ 5790 કિલોમીટર લંબાઇના માર્ગોની મરામતની કામગીરી પ્રગતિમાં છે.ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ માર્ગોના નેટવર્ક તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચર અને વધુ સુદ્રઢ બનાવવા માર્ગ-મકાન વિભાગ ને આપેલા દિશાનિર્દેશોને પગલે આ કામગીરી વેગવાન બની છે.આવનાર સમયમાં તાત્કાલિક અસરથી આ રસ્તાઓના કામ શરૂ કરવામાં આવશે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #government #work #Gandhinagar #repair #roads #Damage roads
Here are a few more articles:
Read the Next Article