Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તોને મદદ કરનાર વ્યક્તિ વિશેષનું કરાયું સન્માન

માર્ગ અકસ્માત દરમ્યાન ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ કે ટ્રોમા કેર સેન્ટરમાં પહોંચાડનાર પરોપકારી વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા સ્કીમ ઓફ એવોર્ડ ટુ ગૂડ સમરીટન એવોર્ડ આપવામાં આવે છે.

X

માર્ગ અકસ્માત દરમ્યાન ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ કે ટ્રોમા કેર સેન્ટરમાં પહોંચાડનાર પરોપકારી વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા સ્કીમ ઓફ એવોર્ડ ટુ ગૂડ સમરીટન એવોર્ડ આપવામાં આવે છે. જે અંતર્ગત ગાંધીનગરમાં આવી ઉમદા કામગીરી કરનાર પાંચ વ્યક્તિઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.ગાંધીનગર: માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તોને મદદ કરનાર વ્યક્તિ વિશેષનું કરાયું સન્માન

કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ અકસ્માત દરમ્યાન ઘવાયેલા વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ કે ટ્રોમા કેર સેન્ટરમાં પહોચાડનાર પરોપકારી વ્યક્તિને ગૂડ સમરીન એવોર્ડથી સન્માનિત કરવા યોજના અમલી બનાવી છે. આજે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ યોજનાનું રીલોન્ચીંગ કરવામાં આવ્યું હતું.ગાંધીનગર જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.ના અઘ્યક્ષસ્થાને આ એવોર્ડ સન્માન સમારંભ સમિતી ખંડ, કલેકટર કચેરી, ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ સમારંભમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષભાઇ મકવાણા, ઘારાસભ્ય રીટા પટેલ સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ સમારંભમાં ગાંધીનગરમાં ઉમદા કામગીરી કરનાર ભાઇલાલ વણઝારા, દિલીપ પ્રજાપતિ, શંકરસિંહ જાડેજા,યોગેન્દ્રસિંહ વાઘેલા, મૌસીન પઠાણને આ એવોર્ડથી મહાનુભાવાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ બાદ ગાંધીનગર જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક પણ યોજાઇ હતી.

Next Story