ગાંધીનગર: બે દિવસમાં બે બાળકી થઈ ગુમ અને મળી આવ્યા મૃતદેહ,લોકોમાં ભયનો માહોલ

ગાંધીનગરના સાતેજ વિસ્તારમાં 2 એવી ઘટના સામે આવી છે. જે ખરેખર ચિંતા જનક છે અને જેના કારણે અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે.

New Update

ગાંધીનગરના સાતેજ વિસ્તારમાં 2 એવી ઘટના સામે આવી છે. જે ખરેખર ચિંતા જનક છે અને જેના કારણે અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. લોકો દિવાળીના તહેવારમાં) વ્યસ્ત હતા એવામાં ગાંધીનગરના સાતેજમાં 2 બાળકી સાથે ક્રૂરતાની હદ પાર થઈ ગઈ અને જેને લઈ પોલીસ દોડતી થઈ અને તપાસ પણ તરત ક્રાઇમ બ્રાન્ચને પણ સોંપી દેવામાં અને તપાસમાં ચોંકવાનરી વાત સામે આવી છે.મળતી માહિતી પ્રમાણે ગત 4 નવેમ્બરના રોજ પેહલા એક બાળકી ગુમ થઈ હતી અને પોલીસ એ તપાસ શરૂ કરે તે પેહલા 5 નવેમ્બરના રોજ પણ બીજી બાળકીનું અપહરણ થતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે એક બાળકીની લાશ કેનાલ પાસેથી મળી આવી તો બીજી બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માં આવી અને જ્યાં સારવાર દરમિયાન બીજી બાળકીનું પણ મોત થયું છે.પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ તો બન્ને બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે.અને જે બાદ હકીકત સામે આવશે પરંતુ સૂત્રો પાસે મળતી માહિતી પ્રમાણે બાળકી સાથે દુષ્કર્મ થઈ હોવાની શંકા છે પરંતુ તેના માટે પોસ્ટમોર્ટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. હાલ આ ઘટનાને લઈ લોકોમાં ભયના માહોલ છવાઈ ગયો છે અને હવે આરોપીની તપાસમાં શુ શું ખુલાસાઓ થાય છે અને આરોપી કોણ છે અને આ કરવા પાછળનું કારણ શું છે તે જોવું રહ્યું.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

Latest Stories