Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં 'યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા-2021"નું ઉદ્દઘાટન કરાયું

ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સીટી ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં 'યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા ૨૦૨૧'નો ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો.

ગાંધીનગર : મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા-2021નું ઉદ્દઘાટન કરાયું
X

ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સીટી ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં 'યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા ૨૦૨૧'નો ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો.

ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સીટી ખાતે યોજાયેલ 'યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા ૨૦૨૧'નો ઉદ્દઘાટન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર, રાજયકક્ષાના મંત્રી જગદીશ પંચાલ, BAPS સ્વામિનારાયણ સંસ્થાના ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીજી, ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અને ભાજપા ગુજરાત યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ડૉ. ઋત્વિજ પટેલ, યુનાઇટેડ ગ્રુપના ચેરમેન કમલ કિશોર હાંડા, ડીએ ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ, કર્ણાવતી યુનિ.ના ઉપકુલપતિ એ.કે.સૂર્યવંશી સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે યુવાનોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, યુવાનોની શક્તિ અપાર સ્ત્રોત છે, ઉર્જા એ સફળતા માટે પાયાની જરૂરિયાત છે, ત્યારે આજનો યુવા ઉર્જાથી ભરપૂર છે. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો ઉર્જાવાન યુવાઓ કોઈપણ લક્ષ્ય પર પાડી શકે છે, તેનું ઉત્તમ ઉદાહરણ છે. યુવા મોરચો પ્રત્યેક કાર્યક્રમને સફળ બનાવે છે. યુથ પાર્લામેન્ટમાં CAA, એજ્યુકેશન પોલિસી, મીડિયા ટ્રાયલ સહિત અનેક વિષયો પર ચર્ચા થવાની છે, ત્યારે આપ સૌ અહીંથી અનોખું ભાથું લઈને જવાના છો, તેમ જણાવ્યુ હતું.

ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં જિલ્લા સ્તરે યુથ પાર્લામેન્ટનું આયોજન કરવાનું આહવાન કર્યું હતું. જેના ભાગરૂપે ગાંધીનગરમાં ત્રીજી યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આજનો યુવા સાંપ્રત પરિસ્થિતિમાં સમાજમાં પ્રવર્તતી પ્રશ્નને સમજી રહ્યો છે. લીડરશીપ કરીને સમસ્યાના નિરાકરણ માટે પોતાનો ઓપિનિયન આપી રહ્યો છે. પોતાની બુદ્ધિ ક્ષમતાથી દેશ માટે યોગદાન આપી રહ્યો છે.

Next Story