Connect Gujarat
ગુજરાત

મનને શાંતિ અને આંખોને ઠંડક આપતું ગાંધીનગરનું લેક ગાર્ડન, પ્રકૃતિ સાથે જોડાવવાનું એક ઉત્તમ સ્થળ........

જો તમે ગાંધીનગરમાં રહો છો અને તમે આ સૂર્યજ્યોત પાર્કની મુલાકાત નથી કરી, તો તમારી મુલાકાત અધૂરી ગણાશે.

મનને શાંતિ અને આંખોને ઠંડક આપતું ગાંધીનગરનું લેક ગાર્ડન, પ્રકૃતિ સાથે જોડાવવાનું એક ઉત્તમ સ્થળ........
X

શહેરને હર્યું ભર્યું રાખવામાં બગીચાઓનો ખૂબ મોટો હાથ હોય છે. ગાંધીનગરના દરેક સેકટરમાં નયનરમ્ય બાગ બગીચાઓ બનાવવામાં આવે છે. આ ઉપરાંત ઉદ્યોગ ભવન, નવા અને જૂના સચિવાલય, સરકારી કચેરી તેમજ મંત્રી નિવાસમાં કુલ 100થી વધુ નાના-મોટા બગીચાઓ આવેલા છે. જે પૈકી સૂર્યજ્યોત લેક ગાર્ડન પણ ખૂબ જાણીતું પાર્ક છે. સૂર્યજ્યોત લેક ગાર્ડન સેક્ટર-1માં આવેલું છે, આ ગાર્ડન ખૂબ સુંદર અને રમણીય છે. જો તમે ગાંધીનગરમાં રહો છો અને તમે આ સૂર્યજ્યોત પાર્કની મુલાકાત નથી કરી, તો તમારી મુલાકાત અધૂરી ગણાશે.

આ પાર્ક ખરેખર મન મોહી લે તેવું છે. આ લેક ગાર્ડનમાં લીલાછમ ઘાસ, છાયડાંવાળો વિસ્તાર અને ચાલવા માટે સુંદર પગદંડીઓ આવેલી છે. આ ઉપરાંત અહીં આવતા લોકોના બેસવા માટે સુંદર બાંકડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગાર્ડનની વચ્ચોવચ આવેલું તળાવ અને તળાવની ફરતેનું પ્રાકૃતિક સૌંદર્ય ખરેખર જોવાલાયક છે. અહીનું હર્યુંભર્યું વાતાવરણ મનને શાંતિ અને આંખોને ઠંડક આપે છે. લોકો દૂર-દૂરથી અહીં ક્વોલિટી ટાઇમ પસાર કરવા આવે છે. આ પાર્કમાં પરિવાર તથા મિત્રો સાથે પિકનિકની મજા પણ માણી શકાય છે, સ્વચ્છ વાતાવરણમાં પિકનિકનો આનંદ માણવા આ શ્રેષ્ઠ સ્થળ છે. ગાર્ડનની બહાર સુંદર પાર્કિંગની સુવિધા પણ છે. તે સિવાય વોલીબોલ કોર્ટ, પિકનિક ટેબલ અને અન્ય સુવિધાઓ આવેલી છે.

Next Story