Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી:2 પર ભાજપનો કબ્જો તો 1માં કોંગ્રેસની સત્તા

રાજયમાં ત્રણ નગર પાલિકાની ચૂંટણી યોજાઇ હતી જેમાં 2 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો તો એક નગરપાલિકામાં કોંગ્રેસે સત્તા મેળવી હતી

X

રાજયમાં ત્રણ નગર પાલિકાની ચૂંટણી યોજાઇ હતી જેમાં 2 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો તો એક નગરપાલિકામાં કોંગ્રેસે સત્તા મેળવી હતી

રાજયમાં વિવિધ ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી સાથે 3 નગર પાલિકાની સામાન્ય ચૂંટણી પણ યોજાઇ હતી જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ ,ઓખા અને બનાસકાંઠાની થરા નગરપાલિકાની ચૂંટણીમાં રવિવારે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી અને આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરાય હતી. સૌ પ્રથમ વાત કરીયે ભાણવડ નગર પાલિકાની તો ભાણવડ નગરપાલિકામાં બીજેપી પાસેથી કોંગ્રેસે સત્તા છીનવી છે.

ભાણવડ નગર પાલિકા ગત ચૂંટણી માં ભાજપ ના 16 અને કોંગ્રેસ ના 8 ઉમેદવારની જીત મળી હતી જેમાં આ વખતે ઉલટ ફેર થઈ છે. ભાણવડવર્ષ 1995થી ભાજપ શાસિત પાલિકા હતી તે આજના પરિણામ બાદ કોંગ્રેસે 16 અને બીજેપી ને 8 સીટ મળતા કોંગ્રેસને સત્તા મળી છે ત્યારે કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય વિક્રમ માડમ સહિતના નેતાઓએ જીતની ખુશી વ્યક્ત કરી હતી

હવે વાત ઓખા અને થરા નગરપાલિકાની તો આ બન્ને ન.પામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ઓખા નગરપાલિકાની કુલ 36 બેઠકો પર ચૂંટણી યોજાય હતી જે પૈકી 34 બેઠકો પર ભાજપ તો 1 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થતા ભાજપે સત્તા જાળવી રાખી છે. આ તરફ બનાસકાંઠાની થરા નગર પાલિકાની 24 બેઠકો પર ચૂંટણી યોજાય હતી જે પૈકી 20 બેઠકો પર ભાજપ તો 4 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે. બન્ને નગર પાલિકામાં ભાજપનો વિજય થતા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો

Next Story
Share it