ગીર સોમનાથ: યુવાનની સરાજાહેર હત્યા કરનાર આરોપીઓની ધરપકડ,જુઓ CCTV

ગીર સોમનાથના તાલાલામાં યુવતી સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેતા યુવાનની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.

New Update
ગીર સોમનાથ: યુવાનની સરાજાહેર હત્યા કરનાર આરોપીઓની ધરપકડ,જુઓ CCTV

ગીર સોમનાથના તાલાલામાં યુવતી સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેતા યુવાનની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment

ગીર સોમનાથના તાલાલામાં સામાન્ય બાબતે બોલાચાલી કરી ચાર શખ્સોએ એક યુવકની હત્યા નિપજાવતા ચકચાર મચી છે. હત્યાનો LIVE બનાવ CCTVમાં કેદ થયો છે.તાલાલામાં જે યુવકની સરાજાહેર હત્યા નિપજાવવામા આવી છે તેનું નામ ધવલ પીતાંબરભાઈ લાડવા પ્રજાપતિ અને ગીર પંથકના હડમતીયાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવાન છેલ્લા સાત મહિનાથી રાજકોટની એક પરિણીતા સાથે મૈત્રી કરાર કરી તાલાલામાં રહેતો હતો. થોડા દિવસ પહેલા મૃતક અને મૈત્રી કરાર કરી સાથે રહેતી મહિલા વચ્ચે અણબનાવ બનતા પરિણીતા તાલાલામાં તેના સંબંધીના ઘરે ચાલી ગઈ હતી. ધવલ પરિણીતાને મળી પરત ફરી રહ્યો હતો ત્યારે જ રસ્તામાં નરસંગ ટેકરી વિસ્તારમાં ઉભેલા યુવકો સાથે માથાકૂટ અને બાદમાં હત્યાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. મૃતક ધવલ અપશબ્દો બોલતો હોવાના કારણે બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં કારણ સામે આવ્યું છે. તાલાલામાં સરાજાહેર હત્યાના બનાવ મામલે મૃતકના ભાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાના આરોપી ફૈઝલ રજાક મજગુલ ઉર્ફે રફતાર પીંજારા, સલીમ રહીમ ભટ્ટી ઉર્ફે ઈરફાન પીંજારા,ઈમરાન રહીમ ભટ્ટી અને આકાશ વાસુદેવ વ્યાસની અટકાયત કરી છે.

Advertisment
Latest Stories