ગીર સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના 75માં સ્થાપના દિવસની ઉજવણી,ધ્વજા પૂજા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

શ્રી સોમનાથ મહાદેવ મંદિરની 11 મે 1951ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે 9:46 કલાકે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

New Update
  • શ્રી સોમનાથ મહાદેવ મંદિરનો 75મોં સ્થાપના દિવસ

  • દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે થઇ હતી પ્રાણપ્રતિષ્ઠા

  • સરદાર પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું થયું હતું પુનઃ નિર્માણ

  • શ્રી સોમનાથ મંદિર પર નૂતનધ્વજા રોહણ કરાયુ

  • સંધ્યા આરતીમાં મહા શૃંગાર કરી મહાદેવને દીપમાળા અર્પણ કરાઈ 

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 75માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ મંદિર દેશવાસીઓની અનન્ય આસ્થાનું પ્રતિક છે. સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ શક્ય બન્યું હતું.

શ્રી સોમનાથ મહાદેવ મંદિરની 11 મે 1951ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે 9:46 કલાકે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.તે સમયે રાષ્ટ્રપતિએ શિવલિંગના તળ ભાગે રાખેલી સુવર્ણ શલાકા ખસેડીને શિવલિંગની સ્થાપના કરી હતી.108 તીર્થસ્થાનો અને 7 સમુદ્રોના જળથી અભિષેક કરાયો હતો. આ પ્રસંગે 101 તોપોની સલામી આપવામાં આવી હતી.

ત્યારે આ વિશેષ દિવસે સરદાર વલ્લભભાઈ પટેલને પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મંદિર પર નૂતન ધ્વજારોહણ પણ કરાયું હતું. પ્રાણપ્રતિષ્ઠાના સમયે કરાયેલા શૃંગારની પ્રતિકૃતિ રૂપે ભસ્મ ત્રિપુંડનો શૃંગાર પૂજારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાટ્રસ્ટ પરિવાર અને સ્થાનિક તીર્થ પુરોહિતો ઉપસ્થિત રહ્યા હતા. સંધ્યા આરતી સમયે મહા શૃંગાર કરી સોમનાથ મહાદેવને દીપમાળા અર્પણ કરવામાં આવી હતી.

Latest Stories