Connect Gujarat
ધર્મ દર્શન 

ગીર સોમનાથ : પ્રથમ જયોતિલિંગના દર્શનાર્થે ભક્તોની ભીડ, મંદિરે જતા પહેલા જાણી લો કેવી સુવિધાઓ કરાઈ

આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે દેશના પ્રથમ અને ગુજરાતનાં એકમાત્ર જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું

X

હિંદુ ધર્મના લોકો વર્ષના 12 મહિના સુધી કોઇને કોઇ તહેવાર ઉજવે છે. પરંતુ ધાર્મિક ગ્રંથોમાં શ્રાવણ મહિનો સૌથી ખાસ ગણવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત 29 જુલાઇ એટલે કે આજથી થઇ રહી છે. આ મહિનાને ભોલેનાથનો પ્રિય મહિનો કહેવામાં આવે છે. તેથી શિવભક્ત શ્રાવણ મહિનામાં તેમનો અભિષેક કરે છે. સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિના ના પહેલા જ દિવસે ભારે ભીડ જોવા મળી છે. ગુજરાતમાં આવેલું આ એકમાત્ર જ્યોર્તિલિંગ છે, તેથી તેનું શ્રાવણ મહિનામાં મહત્વ વધી જાય છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. જેને લઈ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાના ભયના કારણે ઘણા ભાવિકો સોમનાથ આવી શક્યા નથી, પરંતુ આ વર્ષે શ્રાવણ માસમાં દુનિયાભરમાંથી શિવભક્તો સોમનાથમાં ઊમટશે. જેને ધ્યાનમાં રાખી સોમનાથમાં યાત્રિકોની સુવિધાઓ માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. દર્શન માટે એક સાઇડનો રોડ જ કાર્યરત રહે છે.

મંદિરનો મુખ્ય પ્રવેશ ગેટ છે ત્યાં હવે મહિલા અને પુરુષો માટે 3 લાઇન થશે. અને મેઇન સિક્યુરિટી ગેટથી પ્રવેશ મેળવતાં જ પુરુષો માટે 3 અને સ્ત્રીઓ માટે 3 લાઇન માટેની રેલિંગ લગાડી દેવાઇ છે. જેથી લાંબી લાઇનને લીધે ભીડ નહીં લાગે અને લોકો આસાનીથી મંદિરમાં પ્રવેશી શકશે, તો પ્રસાદી કાઉન્ટર પણ પહેલાં 2 હતા એ વધારીને 5 કરાયા છે. સોમનાથમાં નવા યાત્રી સુવિધા કેન્દ્રમાં ડોરમેટરી કે જે 90 રૂપિયામાં રહી શકે તેમાં 40 બેડની એસી બેડ સુવિધા પણ યાત્રિકો માટે કરાઇ છે. આ સાથે અહીં પ્રથમ વખત વિનામૂલ્યે મોબાઈલ કેમેરા અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ડિજિટલ લોકરમાં યાત્રિકો મૂકી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાઇ છે.

Next Story