માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિરીક્ષણ
જિલ્લાના 45 બ્રિજનું કરવામાં આવ્યું નિરીક્ષણ
45 પૈકી 7 પુલ નબળા હોવાની મળી માહિતી
જોખમી 7 પુલ પર ભારદારી વાહનોને પ્રતિબંધ
યુદ્ધના ધોરણે પુલના સમારકામમાં લાગ્યું તંત્ર
ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણમાં 45 પૈકી 7 પુલો નબળા હોવાનું જાણવા મળ્યું હતું.જેના કારણે આ જોખમી સાત બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહન વ્યવહાર માટે કાર્યરત પુલ અંગેનું જરૂરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 45 પુલ પૈકી 7 પુલ જોખમી હોવાનું સામે આવ્યું હતું.જેના કારણે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ 7 પુલ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
નબળા પુલોમાં ઉના ખાતે મચ્છુન્દ્રી નદી પરનો પુલ, કાજલી એપીએમસી પાસે હિરણ નદી પરનો પુલ, તલાલા પંચાયત હસ્તકનો એક પુલ અને એક ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તકનો પુલનો સમાવેશ થાય છે. આ તમામ પુલો પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સલામતીના પગલાં રૂપે પુલોના બંને છેડે બેરિયર લગાવવાનું કામ ચાલી રહ્યું છે. દેવકા નદી પરના એક પુલનું એપ્રન ધોવાઈ જતા તેની મરામતનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે.
ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તકના ત્રણ નબળા પુલોના સમારકામ માટે સૂચનાઓ આપવામાં આવી છે. તાલાળામાં નવા પુલની મંજૂરી મળી ગઈ છે અને તેનું સોઈલ ટેસ્ટિંગ પૂર્ણ થયું છે. બાકીના બે પુલોના રિપેરિંગ માટે રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણને સૂચના આપવામાં આવી છે. આ કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.