ગીર સોમનાથ: રસુલપરા ગામ નજીક ઢોર ચરાવવાની બાબતે યુવાનની હત્યાથી ચકચાર

ગીર સોમનાથ જીલ્‍લાના તાલાલા ગીરના શિરવાણ ગામે ઢોર ચરાવવા બાબતે સાસણગીરના યુવકની પંથકના બે યુવકોએ કુહાડીના ઘા

New Update

ગીર સોમનાથ જીલ્‍લાના તાલાલા ગીરના શિરવાણ ગામે ઢોર ચરાવવા બાબતે સાસણગીરના યુવકની પંથકના બે યુવકોએ કુહાડીના ઘા ઝીકી કરપીણ હત્‍યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે

દિવાળી-નવા વર્ષના પર્વના દિવસોમાં સર્વત્ર ખુશીના માહોલ વચ્‍ચે ગીર સોમનાથ જીલ્‍લાના તાલાલા ગીર પંથકમાંથી હત્‍યાની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં નજીવી બાબતે બે યુવકોએ એક યુવકને રહેસી નાંખ્‍યા હોવાનું સામે આવતા પંથકમાં ચકચાર મચી ગઇ છે.તાલાલા ગીર પંથકના રસુલપરા ગામના રોડ પર સાસણ ગીર ગામે રહેતા હુસેન બ્‍લોચ નામના યુવકની બે યુવકોએ કુહાડીના ઘા ઝીકી કરપીણ હત્‍યા કરી નાંખી હતી. હત્‍યાની જાણ થતા તાલાલાના પોલીસ અઘિકારીએ સ્‍ટાફ સાથે ઘટનાસ્‍થળે દોડી જઇ તપાસ હાથ ઘરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં તાલાલા ગીરના શિરવાણ ગામની સીમમાં ઢોર ચરાવવા બાબતના મનદુ:ખમાં વાડલા ગામના દિનુ બચુ મીર અને રસુલપરા ગામના ફિરોઝ મકવાણા નામના બંન્‍ને યુવકો સાસણ ગીરના યુવક હુસેન બ્‍લોચની કરપીણ હત્‍યા કરી હોવાનું સામે આવ્યું છે. જેના પગલે ગણતરીના કલાકોમાં જ પોલીસે બંન્‍ને આરોપી યુવકોની અટકાયત કરી લીઘી હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરાયો

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા. ભગવાન સોમનાથ મહાદેવને

New Update
vlcsnap-2025-08-11-19h51m22s297

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા.

ભગવાન સોમનાથ મહાદેવને આજે ખાસ શ્રાવણી સોમવારને દિવસે વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવેલો હતો. 

ચંદન શિતળતા પ્રદાન કરનનારૂ માનવામાં આવે છે, જેથી મહાદેવ વિશ્વ શાંતિ અને કલ્યાણના ભાવ સાથે આ ખાસ શૃંગાર પૂજારી વૃંદ દ્વારા તૈયાર કરવામાં આવેલ. સાથે જ વિવિધ પૂષ્પો ગુલાબ ગલગોટા મોગરા સહિતના ફુલો અને ફુલહારોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આજરોજ 45 ધ્વજાપૂજન તેમજ 62 સોમેશ્વર મહાપૂજન, 715 રૂદ્રાભિષેક પૂજા-પાઠ કરવામાં આવ્યો હતો.  જેનો લાભ લઇ ભક્તો ધન્ય બન્યા હતા.

Latest Stories