ગીર સોમનાથ : સુત્રાપાડા-કોડીનારમાં વરસાદની પગલે રસ્તાઓ ધોવાયા, ઠેર ઠેર ખાડાઓ પડતાં વાહન ચાલકોની મુશ્કેલી વધી..!

ત્રણ દિવસથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે રોડ રસ્તાઓની હાલત પણ ગંભીર થતાં વાહનચાલકો જીવને જોખમે વાહન પ્રસાર કરી રહ્યાના દ્રશ્ય સામે આવી રહ્યા છે.

New Update
ગીર સોમનાથ : સુત્રાપાડા-કોડીનારમાં વરસાદની પગલે રસ્તાઓ ધોવાયા, ઠેર ઠેર ખાડાઓ પડતાં  વાહન ચાલકોની મુશ્કેલી વધી..!

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે રોડ રસ્તાઓની હાલત પણ ગંભીર થતાં વાહનચાલકો જીવને જોખમે વાહન પ્રસાર કરી રહ્યા ના દ્રશ્ય સામે આવી રહ્યા છે.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા કોડીનાર રોડ ઉપર હાલ 24 કલાક વાહનો ધમધમે છે તેનું મુખ્ય કારણ છે વેરાવળ કોડીનાર હાઇવે પેઢાવાળા નજીક રોડ ઉપર પાણી ફરી વળતા રોડ બંધ હાલતમાં છે જેથી અવર જવરનો આ એક જ માત્ર રસ્તો છે. હાલ વાહન ચાલોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને હોમત નદીમાં પુર આવતા તેની પરનો પુલ નીછો હોવાથી રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા અને જેને લઈને આજુબાજુના ખેતરોનો પણ ધોવાણ થયું હતું. ત્યારે લોકોમાંગ કરી રહ્યા છે કે કોડીનાર સુત્રાપાડા હાઇવે ઉપર આવેલા પૂલની સાઈડ થોડીક વધારવામાં આવે જેથી પ્રશ્નનો હલ થઈ શકે.

Latest Stories