ગીર સોમનાથ : દાંડીના સ્ટેટ હાઇવે પર નાળા મુકાતા ખેડૂતોને મુશ્કેલી,ખેત ઉત્પાદન માટે પાણીની સમસ્યા સર્જાય

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં તંત્રની બેદરકારીને પગલે ખેડૂતોની મુશ્કેલી વધી છે.સ્ટેટ હાઇવે પર આયોજન વગર નાળા બનાવવામાં આવતા ખેત ઉત્પાદન માટે પાણીની અછત સર્જાઇ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

New Update
  • ઉનામાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

  • સ્ટેટ હાઇવે પર નાળાથી મુશ્કેલી

  • તંત્રની બેદરકારી ખેડૂતો પર ભારે પડી

  • ખેત ઉત્પાદનમાં પાણીની અછત

  • તંત્ર પર ખેડૂતોએ કર્યા ગંભીર આક્ષેપ

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં તંત્રની બેદરકારીને પગલે ખેડૂતોની મુશ્કેલી વધી છે.સ્ટેટ હાઇવે પર આયોજન વગર નાળા બનાવવામાં આવતા ખેત ઉત્પાદન માટે પાણીની અછત સર્જાઇ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં દાંડીથી સેજાલીયા વચ્ચે બનાવવામાં આવેલા સ્ટેટ હાઇવે પર ખોટી રીતે નાળા મૂકાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય ગયા છે.તંત્રની બેદરકારી ને પગલે ખેડૂતોની મુશ્કેલી વધી છે .નવા બનેલા આ સ્ટેટ હાઇવે પર ત્રણ નાળા  બનાવવામાં આવ્યા છે.જેના કારણે નજીકના ખાડા બંધારા (પાણી સંરક્ષણ પ્રોજેક્ટ )નું વરસાદી પાણી ઓવરફ્લો થવાને બદલે સીધું દરિયામાં વહી જાય છે.આથી 2500 હેક્ટર જેટલી ફળદ્રુપ જમીન પર અસર થઈ રહી છે અને ખેડૂતોને ખેત ઉત્પાદન માટે જરૂરી પાણી મળતું ન હોવાથી ફળસ્વરૂપેખેડૂતોને મોટાપાયે નુકસાન ભોગવવું પડી રહ્યું છે.

આ મુદ્દે ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ પણ સ્થળ પર પહોંચ્યા હતા.તેમણે તંત્ર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે 2004માં ખાડા બંધારા (પાણી સંરક્ષણ પ્રોજેક્ટ)  માટે સરકારે 7 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું હતું.બંધારા બન્યા બાદ ખેડૂતો ઉનાળામાં બે પાક લઈ શકતા હતા,પરંતુ હાઈવેના નાળા મારફત પાણી સીધું દરિયામાં વહી જાય છે.જો આવી જ પરિસ્થિતિ રહેશે તો ખેડૂતોને એક જ પાક લઈ શકવાનો વારો આવશે અને તેમને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે.અને તેઓએ યોગ્ય તપાસ કરવામાં માટેની માંગ કરી છે.

Latest Stories