Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : પ્રશ્નવાડા ગામે ભાજપ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયું "નમો કિસાન પંચાયત સંમેલન"

જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નવાડા ગામે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં નમો કિસાન પંચાયત સંમેલન યોજાયું હતું.

X

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નવાડા ગામે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં નમો કિસાન પંચાયત સંમેલન યોજાયું હતું.

સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામે ભાજપ કિસાન મોરચા દ્વારા સોમનાથ અને તાલાલા વિધાનસભા મત વિસ્તારનું નમો કિસાન પંચાયત સંમેલન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયું હતું. નમો કિસાન પંચાયત સંમેલનને સંબોધતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન ખેડૂતોના હિતમાં લીધેલ પગલાઓ અને અથાગ પ્રયત્નો થકી જગતના તાતની આવક નોંધપાત્ર રીતે વધી છે. તો કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યુ હતું કે, કોંગ્રેસના શાસનમાં ખેડૂત દેવાદાર બનતો હોવાથી તેનું શોષણ થતું હતું, જ્યારે ભાજપના શાસનકાળમાં ખેડૂતોના ખરેખર અચ્છે દિન આવ્યા છે.

જેની પાછળ ભાજપ સરકારે કિસાન રાહતનિધિ જેવી અનેક યોજનાઓની અમલવારી કરાવી છે. આગામી દિવસોમાં પણ ખેડૂતલક્ષી કાર્યો કરવાનું યથાવત રહેશે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, શેરડી પકવતા ખેડૂતોની જીવાદોરી સમાન કોડીનારની સુગર ફેક્ટરી દિવાળી પહેલા ચાલુ કરી ધમધમતી કરવાની અમારી નેમ છે. ફેક્ટરી ચાલુ કરવા માટે રૂ. 30 કરોડની રકમ પણ રાજ્ય સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવી છે. જેથી આવતી સીઝનમાં ખેડૂતો પોતાની શેરડીનો પાક સુગર ફેકટરીમાં આપી બજાર કરતા ઉંચુ વળતર મેળવજો તેવી પણ અપીલ કરી હતી. આ પ્રસંગે ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા, પ્રદેશ આગેવાન રઘુ હુંબલ, ઝવેરી ઠકરાર, પૂર્વ ધારાસભ્યો જશા બારડ, જે.ડી.સોલંકી, કે.સી.રાઠોડ સહિત સંગઠન મોરચાના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story