ગીર સોમનાથ: નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપાયો, ચાર આરોપીની ધરપકડ બાદ છેડા ઓરિસ્સા સુધી પહોંચ્યા

જિલ્લામાં નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપાયા બાદ પોલીસે મૂળ સુધી જતા આ નશાના વેપારના તાર છેક ઓરિસ્સા સુધી પહોંચ્યા છે.

New Update
ગીર સોમનાથ: નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપાયો, ચાર આરોપીની ધરપકડ બાદ છેડા ઓરિસ્સા સુધી પહોંચ્યા

ગીર સોમનાથ જિલ્લામાં નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપાયા બાદ પોલીસે મૂળ સુધી જતા આ નશાના વેપારના તાર છેક ઓરિસ્સા સુધી પહોંચ્યા છે. પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દરિયા કિનારાનો ગીર સોમનાથ જિલ્લો જેમાં અનેક વખત મોટી માત્રામાં નશીલા દ્રવ્યો મળી આવ્યા છે. ત્યારે આ વખતે તાલાળા નજીક આવેલા બોરવાવ ગામના ભીમજી ચાવડા શંકાસ્પદ વ્યક્તિ ને પોલીસે સાત કિલો ગાંજા સાથે ઝડપી લીધેલ જેની બજાર કિંમત 70 હજાર રૂપિયા થાય છે પરંતુ આ તપાસમાં પોલીસ ઊંડી ઉતરતા સમગ્ર રાજ્યભરમાં નસીલા ગાંજાના પેડલરો દ્વારા ગાંજો કેવી રીતે ક્યાંથી લવાય છે અને કેવી રીતે પેડલરો છૂટક વેપારીઓને પહોંચાડે છે તે આખી ઘટનાનો પર્દાફાશ એસઓજી અને તાલાલા પોલીસે સંયુક્ત રીતે કર્યો છે.આ બનાવમાં તાલાલા પોલીસે નજીકના બોરવાવ ગામેથી ભીમજી ચાવડા નામના શખ્સને સાત કિલો ગાંજો કિંમત રૂપિયા 70,000 ને ઝડપી તેની પૂછપરછ કરતા આ ગુનામાં પેડલર તરીકે મૂળ ઓડિશાનો અને હાલ સુરતમાં રહેતો કાળું મોહનતી ઓરિસ્સાથી સૂરત ગાંજો પહોંચાડતો હતો જેમાં સુરતથી આ ગાંજો બરૂન પાંધી પેડલર તરીકે કામ કરતો હોય તેમ જ આ વિસ્તારમાં છૂટક વેચાણ કરતા ભીમજી અને અરવિંદ ચૌહાણ સહિત ચાર વ્યક્તિને પોલીસે ઝડપી લઇ સુરત ખાતેથી તાલાળા લાવવામાં આવ્યો હતો.

Latest Stories