ગીર સોમનાથ : સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા દેશના સેનાના જવાનોની રક્ષા કાજે સોમનાથ મહાદેવની ષોડશોપચાર પૂજા કરાઈ

ગીર સોમનાથનાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા દેશના સેનાના જવાનોની રક્ષા માટે વિશેષ પૂજા અર્ચનાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • પાકિસ્તાન સાથે સંભવિત યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ

  • દેશની રક્ષા કરતા સેનાના જવાનો માટે વિશેષ પૂજા

  • સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા કરાયું આયોજન

  • સોમનાથ મહાદેવની ષોડશોપચાર પૂજાનું કરાયું આયોજન

  • સેનાના જવાનોની રક્ષા માટે સોમનાથ મહાદેવને કરાઈ પ્રાર્થના

ગીર સોમનાથનાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા દેશના સેનાના જવાનોની રક્ષા માટે વિશેષ પૂજા અર્ચનાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં આતંકવાદીઓએ કરેલા હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે,અને પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણાઓ સહિત 90 જેટલા આતંકીઓનો ખાતમો બોલાવી દીધો હતો.અને  ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સંભવિત પરિસ્થિતિ સર્જાઈ છેત્યારે પોતાના જીવની ચિંતા કર્યા વગર દેશની સુરક્ષા કરતા સેનાના જવાનો માટે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી.ભગવાન સોમનાથ મહાદેવની ષોડશોપચાર પૂજા અર્ચનાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતું.અને સેનાનાં જવાનોની રક્ષા માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી.

Read the Next Article

સુરેન્દ્રનગર : ખેડૂતોના પ્રશ્નો અંગે કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ,રોડ પર ધરણા બાદ કચેરીનો ઘેરાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

New Update

કોંગ્રેસ દ્વારા ખેડૂત પ્રશ્નો અંગે કલેકટર કચેરીનો ઘેરાવ

ખેડુત અધિકાર યાત્રાનું કરાયું આયોજન

રોડ પર ધરણા બાદ કલેક્ટર કચેરીનો ઘેરાવ

ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કરાય માંગ

કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરી ઉગ્ર રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.ખેડૂતોના પાક વળતરપ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભઅને પશુપાલકોને પોષણ સમભાવ સહિતની મુખ્ય માંગણીઓ સાથે આ આંદોલન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ખેડૂત આગેવાન વિક્રમ રબારી સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા હતા.

આ રેલી સુરેન્દ્રનગરના રાજપટલ પાસે આવેલા આંબેડકર ચોકથી શરૂ થઈને કલેક્ટર કચેરી સુધી યોજાઇ હતી. કલેકટર કચેરી પાસે પહોંચીને પ્રદર્શનકારીઓ એ રસ્તા પર બેસીને ધરણાં કર્યા હતા અને સરકાર પર ખેડૂતોનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.આંદોલનકારીઓએ કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી. જો આગામી સમયમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.