Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન

સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભારત સરકારના મંત્રી અર્જુન રામ મેઘવાલ તથા ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી સોમનાથ મહાદેવના દર્શન, અભિષેક, ધ્વજા પૂજનનો લાભ લઈ ધન્ય બન્યા હતા.

X

આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભારત સરકારના મંત્રી અર્જુન રામ મેઘવાલ તથા ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી સોમનાથ મહાદેવના દર્શન, અભિષેક, ધ્વજા પૂજનનો લાભ લઈ ધન્ય બન્યા હતા.

સૌરાષ્ટ્ર તમિલ સંગમ પર્વ નિમિત્તે ગીર સોમનાથ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે પધારેલા ભારત સરકારના મંત્રી અર્જુન રામ મેઘવાલ તથા ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ સાથે જ સોમનાથ મહાદેવને બિલ્વપત્રો, પુષ્પો સહિતની સામગ્રી અર્પણ કરી હતી. સોમનાથ મહાદેવની ધ્વજા પૂજન તથા સ્વહસ્તે ધ્વજારોહણ કર્યું હતું. મહાનુભાવોનું સ્વાગત સન્માન ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈએ કર્યું હતું. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતના વિચાર મુલાકાત પુસ્તકમાં વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં યાત્રીઓ અહીં આવતા હોય તેઓ ભગવાનના દર્શન પૂજન કરી ધન્ય બનતા હોય છે, ત્યારે 100% સફાઈ અને મેનેજમેન્ટ બદલ શ્રી સોમનાથ ટ્રસ્ટને ઉપસ્થિત મહાનુભાવોઈ શુભેચ્છાઓ આપી હતી.

Next Story