ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોના હિત માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં રાશન વિતરકો પોતાની દુકાન બંધ રાખી શકશે નહીં. તેઓએ પોતાની ગેરહાજરીમાં કોઈને ચાર્જ સોંપવો પડશે અને ચાર્જ કોને સોંપ્યો તેની પણ જાણ કરવાની રહેશે. સસ્તા અનાજની દુકાનો છાશવારે બંધ હોવાથી લોકોને પડતી હાલાકીને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે હવે રાશન વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં. જો તેઓએ કોઈ પણ કારણોસર દુકાન બંધ રાખવી પડે છે,તો તેમણે પોતાની ગેરહાજરીમાં કોઈ અન્ય વ્યક્તિને ચાર્જ સોંપીને જવું પડશે. દુકાનો ખુલ્લી જ રાખવી પડશે. ગમે ત્યારે દુકાનો બંધ રાખી શકાશે નહીં. સાથે જ તેઓએ પોતાની ગેરહાજરીમાં દુકાનનો ચાર્જ કોને આપ્યો છે એ વાતની જાણ પણ કરવી પડશે. આ નિર્ણય ગુજરાતના 73 લાખ NFSA કાર્ડ ધારકો માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.