Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યા યોગ-પ્રણાયામ

ગાંધીનગર પોતાના નિવાસ સ્થાને કર્યા યોગ-પ્રણાયામ, કોરોનામાં યોગ કરવાથી માનસિક મનોબળ થાય મજબૂત.

X

21મી જુનના રોજ દેશ અને વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ ગાંધીનગર ખાતે પોતાના નિવાસ સ્થાને યોગ અને પ્રણાયામ કર્યા હતા. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં યોગ કરવાથી માનસિક મનોબળ મજબૂત થાય છે અને શરીર પણ તંદુરસ્ત રહે છે.

દેશભરમાં આજે 7મો વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે સામાન્ય જનતા સાથે રાજનેતાઓ અને અધિકારીઓ સહિત દરેક વ્યક્તિ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બની રહ્યા છે. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ ગાંધીનગર ખાતે પોતાના નિવાસ સ્થાને અલગ અલગ યોગ અને પ્રણાયામ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, યોગ આપણા ઋષિમુનિઓની દેન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગને વિશ્વ ફલક પર પહોચાડ્યો છે. જોકે, કોરોના મહામારીની વર્તમાન સ્થિતિમાં યોગ કરવાથી માનસિક મનોબળમાં પણ વધારો થાય છે, ત્યારે દરેક વ્યક્તિએ અને દરેક પરિવારના સભ્યોએ નિયમિત યોગ કરવા જોઈએ.

અમદાવાદ અને અન્ય જિલ્લાની સાથે ગાંધીનગરમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને વરિષ્ઠ મંત્રી મંડળના સભ્યોએ યોગ કર્યા હતા. કોરોનાની ગાઈડલાઈન મુજબ સીમિત સંખ્યામાં લોકો યોગમાં જોડાયા હતા. આમ હવે દેશભરમાં યોગ પ્રાણાયામ પ્રત્યે લોકોની રુચિ પણ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી જ યોગને આંતરાષ્ટ્રીય ફલક પર ખ્યાતિ મળી છે. વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વિશ્વમાં સૌ કોઈને યોગનું મહત્વ સમજાયું છે.

Next Story