ગુજરાત : રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયી જનજીવન બન્યું અસ્તવ્યસ્ત

મધરાતે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, નવસારી,વલસાડ,ભરૂચ,નર્મદા સહિતના જિલ્લાઓમાં વરસાદ પડતા અનેક વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે.

New Update
  • ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ

  • ઉત્તર,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ

  • ગાજવીજ અને પવન સાથે વરસ્યો વરસાદ

  • ભરૂચના જંબુસરમાં વૃક્ષ થયું ધરાશાયી

  • નવસારીમાં પણ વરસાદ માહોલ જામ્યો  

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.મધરાતે અમદાવાદગાંધીનગરબનાસકાંઠાપાટણસાબરકાંઠાનવસારી,વલસાડ,ભરૂચ,નર્મદા સહિતના જિલ્લાઓમાં વરસાદ પડતા અનેક વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે.

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે,જેમાં અમરેલીભાવનગરભરૂચનર્મદાતાપીનવસારીડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

પશ્ચિમ રાજસ્થાન અપર એર સાઇકલોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. એ સિવાય ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 મેથી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠામાં 40થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

નર્મદા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મધરાતે ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં અનેક કાચા મકાનોના પતરા ઉડી ગયા હતા. જ્યારે ખેડૂતોના ખેતરોમાં ઉભા કેળના પાકને પણ મોટું નુકસાન થયું છે.

જાણવા મળ્યા મુજબ તારીખ 30મીના રોજ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ જેમ કેબનાસકાંઠાપાટણમહેસાણાસાબરકાંઠાગાંધીનગરઅરવલ્લીખેડાઅમદાવાદઆણંદપંચમહાલદાહોદ અને મહાનગરમાં અલગ-અલગ સ્થળોએ જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જેમ કે વડોદરાછોટા ઉદેપુરનર્મદાભરૂચસુરતડાંગનવસારીવલસાડતાપી અને દમણદાદરા નગર હવેલીમાં અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાના જંબુસરમાં નહાર કાવી રોડ પર એક ઘટાદાર વૃક્ષ ધરાશાયી થયું હતું,જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી,જ્યારે સ્થાનિકોએ રસ્તા પરથી વૃક્ષ હટાવવાની કામગીરી કરી હતી. 

Read the Next Article

નવસારી : નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહ યોજાયો,કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે મહત્વપૂર્ણ આપ્યો સંદેશ

નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

New Update
  • નવસારીમાં યોજાયો સરપંચ સમારોહ

  • કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ રહ્યા ઉપસ્થિત

  • કેન્દ્રીય મંત્રીએ આપ્યો મહત્વપૂર્ણ સંદેશ

  • સરપંચોને ગામના વિકાસમાં ધ્યાન આપવા જણાવ્યું

  • કોન્ટ્રાકટર નહીં પરંતુ સરપંચ બનીને કામ કરવા કરી ટકોર

નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સરપંચોને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. તેમણે સરપંચોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ ગ્રાન્ટનો ઉપયોગ માત્ર ગામના વિકાસ માટે જ કરે.

સાંસદે ભૂતકાળની ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગુજરાત રાજ્ય અને નવસારી જિલ્લામાં કેટલાક સરપંચો જાતે જ ટેન્ડરિંગ પ્રક્રિયામાં ભાગ લઈને કોન્ટ્રાક્ટર બની જતા હોવાની ફરિયાદો મળી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગ્રામજનોએ સરપંચોને ગામનો વિકાસ કરવા માટે ચૂંટ્યા છેજાતે કામ કરવા માટે નહીં.

ભાજપ સમર્પિત સરપંચોને સાંસદે વિશેષ અપીલ કરી કે તેઓ કોન્ટ્રાક્ટર બનવાનું ટાળે અને પોતાની જવાબદારીઓનું યોગ્ય રીતે વહન કરે. આ સાથે તેમણે ગામના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી.