પ્રાઈમરી શાળા બની મોડલ સ્કૂલ
પીએમશ્રી યોજના હેઠળની છે શાળા
આધુનિક સુવિધાઓથી સજ્જ શાળા
બાળકોના જીવન ઘડતર માટે ઉત્તમ શાળા
સ્કૂલ ઓફ એક્સલન્સ'ના પુરસ્કારથી છે સન્માનિત
ગુજરાત રાજ્યમાં વિવિધ શાળાઓ શિક્ષણ, કળા અને રમતગમત દ્વારા વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરી રહી છે.મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાની પીએમશ્રી શ્રીમતી કમળાબેન બાબુલાલ શાહ અનુપમ પ્રાઈમરી શાળા આવી જ એક શાળા છે.જે અદ્યતન સુવિધાઓ સાથે શિક્ષણનું ભાથું પીરસે છે.
પીએમશ્રી યોજના હેઠળ મહેસાણાના ખેરાલુ તાલુકાની શ્રીમતી કમળાબેન બાબુલાલ શાહ અનુપમ પ્રાઈમરી સ્કૂલ આજે અનેક બાળકોને જીવનલક્ષી શિક્ષણ આપે છે. આ શાળા સ્માર્ટ બોર્ડ, લેબ અને લાઇબ્રેરી જેવી સુવિધાઓથી સજ્જ છે.
શાળામાં અભ્યાસની સાથે જ બાળકોની ઇત્તર પ્રવૃત્તિઓ પર પણ વિશેષ ધ્યાન અપાય છે. વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સમાં ભાગ લેવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે.
નર્સરીથી આઠમાં ધોરણ સુધીના બાળકોને ભણાવતી આ પીએમશ્રી શાળાની અત્યાધુનિક શિક્ષણ વ્યવસ્થાને કારણે જ અહીંના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામ રોશન કર્યું છે. આ શાળાને 'સ્કૂલ ઓફ એક્સલન્સ'નો પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. પીએમશ્રી યોજના હેઠળ બનેલા ઇન્ડોર ગેમ્સ સ્ટેડિયમને કારણે રમતગમત ક્ષેત્રે બાળકોએ ઉત્તમ પ્રદર્શન કરી રહ્યા છે. અહીં સંગીત અને કળાના શિક્ષણ પર વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે.