Connect Gujarat
ગુજરાત

ગુજરાત મહેસૂલ વિભાગે કર્યો વહીવટી તંત્રમાં ફેરફાર, ડેપ્યુટી કલેક્ટર કક્ષા 134 અધિકારીઓની એક સામટી બદલી

ગુજરાત રાજ્યમાં નવા મુખ્યમંત્રી અને નવા મંત્રી મંડળની રચના બાદ IAS અને IPS અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી હતી.

ગુજરાત મહેસૂલ વિભાગે કર્યો વહીવટી તંત્રમાં ફેરફાર, ડેપ્યુટી કલેક્ટર કક્ષા 134 અધિકારીઓની એક સામટી બદલી
X

ગુજરાત રાજ્યમાં નવા મુખ્યમંત્રી અને નવા મંત્રી મંડળની રચના બાદ IAS અને IPS અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી હતી. આ સાથે જ ગુજરાત શિક્ષણ વિભાગમાં પ્રથમ વખત વર્ગ-2માં મોટાપાયે બદલી કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ પોલીસ ખાતામાં અને હવે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના 134 અધિકારીઓની એક સામટી બદલી તેમજ GAS કેડરના 33 અધિકારીની બઢતી કરવામાં આવી છે.


રાજ્યમાં ડેપ્યુટી કલેક્ટર સંવર્ગના નીચેના અધિકારીઓ, ગુજરાત વહીવટી સેવા ધોરણ) (કૉલમ-(3)માં બતાવેલ જુનિયર પોસ્ટમાંથી અને કૉલમ-4માં તેમના નામની સામે દર્શાવેલ પોસ્ટ પર બદલી કરી નિયુક્ત કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા સાગમટે એક સાથે 33 બઢતી અને બદલી કરવામાં આવી છે. જે અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે, તેઓને તાત્કાલિક અસરથી ચાર્જ સંભાળી લેવા પણ આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા સરકાર અનેક અધિકારીઓની બદલી કરી રહી છે.

Next Story