Connect Gujarat
ગુજરાત

ગુજરાત : આગામી 24 કલાકમાં ઠંડીનું જોર વધશે, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રી થયું

દેશના ઉત્તરના રાજ્યોમાં કેટલાક દિવસથી હિમવર્ષા થઈ રહી છે. તેની અસર હેઠળ દેશના તમામ ભાગોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે

ગુજરાત : આગામી 24 કલાકમાં ઠંડીનું જોર વધશે, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રી થયું
X

દેશના ઉત્તરના રાજ્યોમાં કેટલાક દિવસથી હિમવર્ષા થઈ રહી છે. તેની અસર હેઠળ દેશના તમામ ભાગોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે,ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા 2 દિવસથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં 2 દિવસથી ઠંડીનું જોર વધ્યું છે.

ગુજરાત રાજ્યમાં ગત સોમવારે સિઝનમાં પ્રથમ વખત અમદાવાદમાં લધુત્તમ તાપમાન ઘટીને 14.6 ડિગ્રીએ પહોંચી ગયું હતું, જ્યારે 14 ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જોકે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થઈ શકે છે. આ વર્ષે શિયાળો મોડો શરૂ થયો છે. પરંતુ હવે શિયાળા આવનારા સમયમાં જબરદસ્ત ઠંડી પડે તેવી શક્યતા છે. છેલ્લા 2 દિવસથી સતત પારો ગગડી રહ્યો છે. જેના કારણે ઠંડી વધી રહી છે. પવનની સરેરાશ ઝડપ પણ 6થી 8 કિ.મી. પ્રતિ કલાક રહેતા પરોઢે અને મોડી રાત્રે જોરદાર ઠંડીનો અહેસાસ થાય છે. ગુજરાતમાં મોટાભાગના શહેરમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. જેમાં ગાંધીનગર અને કેશોદમાં 14 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. ગત રાત્રિએ અમદાવાદમાં 14.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદમાં આગામી 3 દિવસ 16થી 18 ડિગ્રી વચ્ચે સરેરાશ લઘુતમ તાપમાન રહેશે. અમદાવાદમાં ગત વર્ષે 24 નવેમ્બરે 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે ગત વર્ષે નવેમ્બરમાં નોંધાયેલા સૌથી નીચું તાપમાન હતું. સોમવારે રાજ્યમાં અમરેલી-જુનાગઢમાં 14.8, નલિયામાં 15.6, વડોદરામાં 16, રાજકોટમાં 17.3, ભાવનગરમાં 17.5, ડીસામાં 17.6, ભૂજમાં 20.6, સુરતમાં 19.8 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Next Story