ગુજરાતનું ગૌરવ "સાવજ" : આજે વિશ્વ સિંહ દિવસ એટલે, જંગલના રાજાને ઓળખવાનો દિવસ...

New Update

આપણે જોઈએ છે તેમ, વર્લ્ડમાં ફ્રેન્ડશીપ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે, કોઈ સ્વજન માટે ઉજવાય છે. પરંતુ કોઈ પ્રાણી માટે ઉજવાતો હોય એવો એક માત્ર દિવસ એટલે 'વિશ્વ સિંહ દિવસ', એશીયાનું ગૈારવ અને જૂનાગઢની શાન એશીયેટીક લાયનની આગવી પ્રતિભા અંકીત કરતા વિશ્વ સિંહ દિવસની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે. વિશ્વભરમાંથી એક માત્ર સાસણ , જૂનાગઢ ખાતે જોવા મળતા એશિયેટીક લાયન અને આફ્રિકાના જંગલોમાં રહેતા આફ્રિકન સિંહોની મહત્વતા દર્શાવતા 'વર્લ્ડ લાયન ડે' ની ઉજવણી કરવામાં આવે છે.

આજે તા. 10મી ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 2005માં સિંહની સંખ્યા 359 હતી જે વધીને 2020માં 674 થઇ હતી. 15 વર્ષમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં 88 ટકાનો વધારો થયો છે, ત્યારે કહી શકાય કે, છેલ્લા 50 વર્ષમાં 280 ટકાનો વધારો થયો છે. ગુજરાત રાજ્યના ગીર અને આસપાસના વિસ્તારમાં આઝાદી અગાઉના સમયમાં સિંહોનો શિકાર થતો હતો. વર્ષ 1913માં એ અંદાજ આવ્યો હતો કે, ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહોની સંખ્યા ઘટીને માત્ર 20 જ રહી ગઇ છે, ત્યારે સિંહને બચાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ દર વર્ષે સૌથી વધુ 1 લાખ જેટલા મુલાકાતીઓ દ્વારા ગીર નેશનલ પાર્કની મુલાકાત લેવામાં આવે છે, ત્યારે મુલાકાતીઓ ગીર જંગલમાં આવી ઘણી મોજ માણે છે. સિંહ એ જૈવિક, સાંસ્કૃતિક,પ્રતિક સ્વરૂપે, ધાર્મિક તેમજ આર્થિક રીતે અલગ-અલગ અને આગવુ મહત્વ ધરાવતુ પ્રાણી છે. સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને સિંહનાં સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાઇ સિંહ માત્ર ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં સૈારાષ્ટ્ર પ્રદેશે વિહરતા જોવા મળે છે. એશિયાઇ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનીક લોકોનું ખુબ જ મોટુ યોગદાન સમાયેલુ છે. સ્થાનિક લોકોનાં સહકાર, ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અને ગુજરાત વનવિભાગની સખ્ત મહેનતનાં કારણે છેલ્લા કેટલાક વર્ષોથી એશિયાઇ સિંહોની વસ્તીમાં વધારો થયો છે. જેના પરિણામ સ્વરૂપ એશિયાઇ સિંહો ગીર અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની બહાર સૈારાષ્ટ્રનાં 22000 ચોરસ કીલોમિટરમાં વિહરતા થયા છે.


Latest Stories