Connect Gujarat
ગુજરાત

હર્ષ સંઘવી અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં પહોંચ્યા, રાજકોટથી અમદાવાદ ST બસમાં કરી સફર

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુરૂવારે રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેમણે પ્રથમ અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં સફર કરી હતી

X

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ એસ.ટી.બસ અને ટ્રેનમાં મુસાફરી કરી હતી તેઓ અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં પહોંચ્યા હતા તો રાજકોટથી અમદાવાદ વચ્ચે એસ.ટી.બસમાં સફર કરી હતી

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુરૂવારે રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેમણે પ્રથમ અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં સફર કરી હતી અને ત્યારબાદ લગ્ન પ્રસંગમાં હાજરી આપી રાજકોટથી એસટી બસમાં અમદાવાદ જવા માટે રાત્રે 11.45 વાગ્યે રવાના થયા હતા. આ સમયે હર્ષ સંઘવી બસપોર્ટ ખાતે મુસાફરોને મળ્યા હતા અને પ્લેટફોર્મ, કેન્ટીન, વેઇટિંગ રૂમ ઉપરાંત શૌચાલયની મુલાકાતે પણ પહોંચ્યા હતા અને મુસાફરલક્ષી તમામ બાબતોની માહિતી મેળવી સમીક્ષા કરી હતી. ત્યારબાદ એસટી બસમાં અમદાવાદ પહોંચ્યા હતા. હર્ષ સંઘવી ગુરૂવારે અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રાજકોટ પહોંચ્યા હતા. બાદમાં તેઓ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ પછી તેઓ શહેરના ઢેબર રોડ પર આવેલ મુખ્ય એસટી બસપોર્ટ પર 11 વાગ્યે પહોંચ્યા હતા. જ્યાં એસટી વિભાગના અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછી અધિકારીને સાથે રાખી હર્ષ સંઘવીએ બસપોર્ટના અલગ અલગ વિભાગોની મુલાકાત લીધી હતી અને કેટલાક મુસાફરો સાથે વાતચીત કરી યુવા મુસાફરો સાથે સેલ્ફી પણ પડાવી હતી. રાત્રે 11.45 વાગ્યે દ્વારકા-ગાંધીનગર સ્લીપર કોચ બસમાં બેસી અમદાવાદ જવા રવાના થયા હતા.

Next Story