ગુજરાતમાં “મેઘમહેર” : મધ્ય-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ

છેલ્લા 3-4 દિવસથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત, નવસારી સહિત વલસાડમાં ભારે વરસાદ ખાબક્યો છે. આ સાથે જ રાજ્યના 50 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.

New Update

છેલ્લા 3-4 દિવસથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતનવસારી સહિત વલસાડમાં ભારે વરસાદ ખાબક્યો છે. આ સાથે જ રાજ્યના 50 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસને લઈને ભારે વરસાદની આગાહી દર્શાવાય છે. રાજ્યના દક્ષિણ ભાગમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોવાથી તથા દક્ષિણ ગુજરાતમાં એક ઓફશોર ટ્રફ સર્જાયો હોવાથી રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. વહેલી સવારથી જ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે.

સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી રસ્તા પર પાણી ભરાયા હતા. તો સુરતનવસારીવલસાડ સહિતના વિવિધ જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફસર્વત્ર મેઘમહેર થતાં રાજ્યના 50 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જોકેઆગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

Latest Stories