સૌરાષ્ટ્રમાં વરસાદની ધબધબાટી,દોઢથી અઢી ઇંચ વરસાદ ખાબકતા ખેડૂતોની ચિંતામાં વધારો

રવિવારે રાજ્યના 19 જિલ્લામાં થોડાથી લઈને વધુ પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 2.83 ઈંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસ્યો હતો.

New Update
rainfall forecase

રવિવારે રાજ્યના 19 જિલ્લામાં થોડાથી લઈને વધુ પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 2.83 ઈંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકાજૂનાગઢ અને જામનગર સહિતના ત્રણ જિલ્લાના વિવિધ તાલુકામાં દોઢથી અઢી ઇંચ સુધી વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં કમોસમી વરસાદનો માર હજુ યથાવત

રાજ્યમાં રવિવારે સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનાં આંકડાઓ મુજબદેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 72 મી.મી એટલે કે 2.83 ઈંચજૂનાગઢના માળીયા હાટીનામાં 45 મી.મી. એટલે કે 1.77 ઈંચ અને જામનગરના જામજોધપુરમાં 1.57 ઈંચ વરસાદ પડ્યો હતો. આ ત્રણેય જિલ્લામાં બપોરના બે વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો અને સાંજ સુધીમાં જુદા જુદા સ્થળે વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જૂનાગઢના માણાવદર અને અમરેલીના ધારીમાં 1.38 ઈંચ વરસાદ પડ્યો હોત.

જામનગરના લાલપુરમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પોશીનામાં 18 અને કચ્છના ભુજમાં ચાર મી.મી.વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર અન્ય જિલ્લાના વિવિધ તાલુકામાં 1થી15 મી.મી. સુધીનો સરેરાશ વરસાદ નોંધાયો હતો. આમ ગુજરાતમાં કમોસમી વરસાદનો માર યથાવત છે અને આજના દિવસમાં 19 જિલ્લામાં થોડાથી વધતા પ્રમાણમાં જુદા જુદા સ્થળે કમોસમી વરસાદ પડ્યો હતો.