દક્ષિણ ગુજરાતમાં દે’માર વરસાદ : નવસારી, વલસાડ અને વાપીમાં તારાજી સર્જાય, જનજીવનને અસર...

રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે,

New Update
  • ગુજરાત રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ

  • આગામી 7 દિવસ વરસાદને લઈ હવામાન વિભાગમી આગાહી

  • નવસારીવલસાડ અને વાપી પંથકમાં ભારે વરસાદ વરસ્યો

  • ઠેર ઠેર વરસાદી પાણી ભરાય જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું

  • કેટલાક નીચાણવાળા વિસ્તારોમાંNDRFની ટીમ સ્ટેન્ડબાય

રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છેત્યારે દક્ષિણ ગુજરાતના નવસારીવલસાડ અને વાપીમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.

રાજ્યમાં ચોમાસાની વિધિવત્ શરૂઆત સાથે જ ગત મોડીરાતે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ તરફદક્ષિણ ગુજરાતના નવસારીવલસાડવાપી અને ડાંગમાં રેડ એલર્ટ અપાયું છે. વહેલી સવારથી જ નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ધીમીધારે વરસાદ યથાવત રહેતા ઉપરવાસ સહિત અંબિકાકાવેરી અને પૂર્ણા નદીમાં નવા નીરનું આગમન થયું છેજ્યારે સુપા ગામને કુરેલ સાથે જોડતો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો થતાં 5 ગામના લોકોને 10 કિમીનો ચકરાવો લેવાની ફરજ પડી હતી. તો બીજી તરફનવસારી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી દેમાર વરસાદના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. નવસારીમાં 24 સભ્યોનીSDRF ટીમને ડિપ્લોય કરવામાં આવી છે. જે તમામ બચાવના ઉપકરણો સાથે નવસારીમાં તૈનાત રહેશેઅને કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળશે.

વલસાડ જિલ્લામાં પણ વરસેલા ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી દીધી છે. વલસાડમાંથી પસાર થતા નેશનલ હાઈવે નં. 48 પર ચોમાસાની શરૂઆતમાં જ મોટા ખાડાઓ પડ્યા છે. આ રસ્તા પર માત્ર થોડા મહિના પહેલા જ ડામર કામ કરવામાં આવ્યું હતું. સામાન્ય વરસાદમાં જ રસ્તાની સ્થિતિ બગડતા હાઈવે ઓથોરિટીની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા છે. પાણી નિકાલની અવ્યવસ્થાના કારણે વલસાડના ઉદવાડા-બગવાડા વચ્ચેનો માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતોજ્યાં લોકો પોતાના જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા.

આ તરફવલસાડની ઔરંગા નદી પોતાની ભયજનક સપાટી વટાવી 4.55 મીટરએ વહી રહી છે. જેના કારણે વલસાડ નગરપાલિકાનો વોટર વોક્સ ડેમ પણ ઓવર ફ્લો થયો હતો. તો બીજી તરફવલસાડના વાપી મનપાની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. વાપીમાં વોક-વે માટે બનાવેલ અંડર બ્રિજમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતોજ્યારે પહેલા વરસાદે જ વાપી મોડલ રેલવે સ્ટેશનની હાલત ખરાબ કરી નાખી છે. વાપી રેલવે સ્ટેશને મુસાફરોએ ક્યાં ઉભું રહેવું એ જગ્યા શોધવી મુશ્કેલ બન્યું હતું. સ્ટેશન પર મહત્તમ જગ્યા પરથી પાણી પડવા લાગ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં વાપી ખાતે નોકરી કરતો વર્ગ રેલવે સ્ટેશનનો ઉપયોગ કરતો હોય છેજ્યાં મુસાફરોએ છત્રી અને રેઇનકોટ સાથે રેલવે પ્લેટફોર્મ પર ઉભા રહેવા મજબુર બન્યા હતા. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તમામ નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. વલસાડ જિલ્લા કલેક્ટર સહિતNDRFની ટીમએ નદીના તટવિસ્તાર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં સ્થળ નિરીક્ષણ કરી લોકોને તકેદારી રાખવા એલર્ટ કર્યાં છે.

Read the Next Article

ભરૂચ : આમોદના આછોદ રોડ પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી, અકસ્માતથી જાનહાનિ ટળી

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ

New Update
gujarat

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ગયુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કરમાં ભરાયેલ કેમિકલના વાસથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની આંખોમાં અને ગળામાં ચળચળાટ થતો હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેન્કર જે ખાડામાં પલટી માર્યું છે તેમાં ભરાયેલા પાણીમાંથી સ્થાનિક ઢોર પણ પીવે છે, જેના કારણે પશુઓના જીવને જોખમ ઉભું થયું છે.આ કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે તેમજ પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ટેન્કર ઊભું કરવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કરવા માંગણી કરવામાં આવી છે.